સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

Kheer-આ પકવાન વગર અધૂરો છે શ્રાદ્ધ જાણો સરળ વિધિ

સામગ્રી - દૂધ 1 લીટર, અડધો કપ બાસમતી ચોખા, 100 ગ્રામ ખાંડ, કેસર અડધી ચમચી, કાજુ, બદામ, પિસ્તાની કતરન એક- એક ચમચી ઈલાયચી 4 થી 5 નંગ. 
 
રીત - સૌ પ્રથમ ચોખાને એક ચમચી ધી માં સેકી લો હવે, તેને થોડું પાણી નાખી ઉકાળી લો. કાચા-પાકા રહેવા જોઈએ. દૂધમાં ખાંડ નાખી સારી રીતે ઉકાળી લો, હવે તેમાં ઉકાળેલા ચોખા અને કેસર નાખી ઉકાળો. 10-15 મિનિટ પછી તેમાં સૂકામેવા અને વાંટેલી ઈલાયચી નાખી પાંચ મિનિટ ઉકાળી ઉતારી લો. ગરમ-ગરમ કે ફ્રીજમાં ઠંડી કર્યા પછી પરોસો.