રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (13:56 IST)

હનીટ્રેપના પર્દાફાશ બાદ ધરપકડનો દૌર યથાવત, કરતા હતા લાખોની તોડપાણી

હની ટ્રેપ કે ખાખીટ્રેપમાં ધરપકડનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ મહિલા પીઆઈ અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ બાદ આજે વધુ એક પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત તપાસ દરમિયાન 4 વેપારી પાસેથી 26 લાખ રૂપિયા આ ગેંગે પડાવ્યા હોવાનુ સામે આવ્યું છે. 
 
મહિલા પૂર્વ પોલીસ મથક દ્વારા ચલાવવામાં આવતી હનીટ્રેપનો પર્દાફાશ થયા બાદ ધરપકડનો દોર યથાવત છે.  મહિલા પૂર્વ પોલીસના એક બાદ એક અધિકારીની ધરપકડ થઈ રહી છે. આગાઉ ગીતાબાનુ પઠાણ અને મહિલા હેડ કોન્સ્ટેબલ શારદાબેનની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મહિલા પોલીસ મથકના તત્કાલિન પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટની સંડોવણી સામે આવતા ક્રાઈમ બ્રાચ દ્વારા તેમની ધરપકડ કરી છે. આરોપી પીએસઆઈ આક્ષેપીતોને ખોટી અરજીના આધારે પોલીસ મથક બોલાવી લાખ્ખોના તોડ કરતા હોવાનુ સામે આવ્યુ છે. 
 
 
આરોપી પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટની તપાસ કરતા સામે આવ્યુ કે મહિલા પૂર્વ પોલીસ મથકમાં કુલ 4 ખોટી અરજી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ વેપારી પાસેથી 26 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી. જેમાથી 6 લાખ રૂપિયા પીએસઆઈને મળ્યા હતા. જેથી તેની સંડોવણી સામે આવતા જનક બ્રહ્મભટ્ટ ફરાર થયો હતો અને આગોતરા જામીન મેળવા માટે વલખા પણ માર્યા હતા. જોકે આગોતરા જામીન ન મળતા ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી.
 
જનક ભ્રહ્મભટ્ટની પુછપરછ કરતા તેણે બે ખોટી અરજીની તપાસ પોતાના હસ્તક લીધી હતી. જેમાં તેણે લાખ્ખો રૂપિયા વેપારી પાસેથી સમાધાનના નામે પડાવ્યા હતા. જોકે હજી પોલીસની ક્રોસ તપાસ કરતા ઘણા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે  માટે ક્રાઈમ બ્રાંચ પીએસઆઈ જનક બ્રહ્મભટ્ટને કોર્ટમા રજૂ કરી રિમાન્ડ મેળવશે.