શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (15:46 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટો પર ઉમેદવાર ઉતારશે AAP, અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

પંજાબથી લઇને યૂપીની ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાત વિધાનસભામાં તાલ ઠોકવા માટે તૈયાર છે. પાર્ટીના સંયોજન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જાહેરાત કરી છે કે આપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ સીટો પર ચૂંટણી લડશે. તેમણે તેના માટે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હતી. 
 
આ તરફ જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે મિટિંગ મિટીંગનો દૌર ચાલ્યો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ ઇશુદાન ગઢવીના આપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ઇસુદાન ગઢવીના જોડાવવાથી પાર્ટી મજબૂત બનશે. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવીને ઇસુદાન ગઢવીને આપમાં પ્રવેશ કરાવ્યો હતો. 
 
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2020 ની વિધાનસભાની ચૂંટણીમાં તમામ સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે. પાર્ટી ઓફિસના ઉદઘાટન પહેલાં પત્રકાર પરિષદમાં કેજરીવાલે કહ્યું કે આપ ગુજરાતમાં સત્ત્તારૂઢ ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ વિરૂદ્ધ એક વિશ્વાસપાત્ર વિકલ્પ છે. 
 
ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના લોકોએ આઝાદીની લડાઇમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને અનેક નેતાઓ પણ આપ્યા છે. દેશ આઝાદ થયો ત્યારે અનેક પ્રાંતમાં વહેંચાયેલો હતો પરંતુ સરદાર પટેલે તેને અખંડ કર્યો હતો. જ્યારે કોઇની કારકિર્દી પૂર્ણ થાય ત્યારે તે રાજકારણમાં જોડાઇ તે સ્વાભાવિક છે પરંતુ જોઇ કોઇ પોતાની મધ્યાહને તપતી કારકિર્દી છોડીને રાજકારણમાં જોડાઇ તો સમજજો કે તે પ્રજા માટે જોડાઇ છે. 
 
દિલ્હીના સીમેઅએ કહ્યું કે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ તમામ સીટો પર ચૂંટણી લડશે. ભાજપ અને કોંગ્રેસના વિરૂદ્ધ એક વિશ્વાસપાત્ર વિકલ્પ છે અને ગુજરાતમાં જલદી પરિવર્તન લાવશે. તેમણે કહ્યું કે ગુજરાતની જનતા વિચારે છે કે દિલ્હીમાં જો વિજળી ફ્રી થઇ શકે છે તો અહીં કેમ નહી? આ પ્રકારની હોસ્પિટલોની હાલત પણ 70 વર્ષમાં સુધારી શકી નથી પરંતુ હવે વસ્તુઓ બદલાવવાની શરૂ થશે. 
 
કેજરીવાલે કહ્યું કે ગુજરાતનો સામાન્ય વ્યક્તિ વિકલ્પહીન થઇ ગયો હતો. તેને લાગતું હતું કે ગુજરાતના રાજકારણમાં વિકલ્પ જ નથી. કારણ કે ભાજપ-કોંગ્રેસ તો એક જ છે. તેમણે કહ્યું કે આજે લોકોને એક સાર્થક વિકલ્પ મળી ગયો છે. કેજરીવાલે કહ્યું કે જો દિલ્હીની સ્કૂલ અને હોસ્પિટલો 5 વર્ષોમાં સારા થઇ શકે છે તો 70 વર્ષમાં ગુજરાતમાં કેમ સારા ન થઇ શકે. 
 
કેજરીવાલ બીજીવર ગુજરાતના પ્રવાસે છે. તે પહેલાં ફેબ્રુઆરીમાં સુરત આવ્યા હતા, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલીવાર આપ ચૂંટણીના મેદાનમાં ઉતરી અને મુખ્ય વિપક્ષ તરીકે સામે આવી હતી.