શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 જૂન 2021 (09:12 IST)

રૂપાણી સરકાર અસમંજસમાં: પહેલાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, હવે પરીક્ષા રદ કરવી કે નહી તે અંગે નિર્ણય લેવાશે

વાલીઓ ત્રીજી વેવને લઈને ચિંતિત

ગુજરાત સરકારે 1 જુલાઇથી ધોરણ 12 પરીક્ષાઓ માટે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 12મા ધોરણની પરીક્ષા લેવાનું મન બનાવી લીધું છે. પરીક્ષાનું ટાઇમ ટેબલ મંગળવારે જાહેર કરી દીધું હતું. તમામ પરીક્ષાઓ બે પાળીમાં યોજાશે. પરીક્ષા 16 જુલાઇ સુધી ચાલશે. ત્યારે કેન્દ્ર સરકારે કોરોનાની મહામારીને જોતાં સીબીએસઇની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો છે.
 
મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં પરીક્ષા યોજાશે કે નહિ તે મામલે ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ધોરણ 12ની પરીક્ષા લેવી કે નહીં અને કોરોના ત્રીજા વેવની તૈયારીઓ પર ચર્ચા થશે.
ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે ત્યારે બીજી તરફ પીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે રાજ્ય સરકાર પણ મહામંડળ દ્વારા અગાઉ આપેલા વિકલ્પ પર વિચારે એવી વિનંતી કરી છે. વાલીઓ હવે ચિંતિત બન્યા છે ત્યારે ત્રીજી વેવની આશંકા વચ્ચે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી છે. 
 
ગુજરાતના વાલી મંડળે CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય આવકાર્યો છે. સાથે જ ગુજરાત સરકાર ધોરણ 12 ની પરીક્ષા રદ કરે તેવી માંગણી કરી છે. કેંદ્ર સરકારે સીબીએસઇ બોર્ડની પરીક્ષા રદ કરતાં ગુજરાત સરકાર પર દબાણ વધ્યું છે. જેથી ધોરણ 12ની પરીક્ષા રદ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.