સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 મે 2021 (13:05 IST)

વેક્સિનની ડિલીવરીની ખાતરી ન હોય તો પછી ઓર્ડર આપવાનો શું મતલબ? હાઈકોર્ટની રૂપાણી સરકારને ટકોર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહીમાં કોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે કોવિડ વેક્સિનની ડિલીવરી ક્યારે મળશે તેની ખાતરી કંપનીઓ ન આપતી હોય તો પછી કરોડો ડોઝ ઓર્ડર કરવાનો કોઇ અર્થ ખરો? જેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે ભારતમાં બે જ વેક્સિન ઉત્પાદકો છે અને તેઓ અન્ય રાજ્યોને પણ સપ્લાય આપી રહ્યા હોવાથી તબક્કાવાર રસી મળી રહી છે. જેથી જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે ટકોર કરી હતી કે આવી રીતે ધીરે-ધીરે સ્ટોક મળશે તો રસીકરણ પંચવર્ષીય યોજનાની જેમ ચાલશે. જેના જવાબમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે બેગર્સ ડોન્ટ હેવ અ ચોઇસ. હાઇકોર્ટે રસીના બગાડને અટકાવવા યોગ્ય પગલાં લેવાનો આદેશ કર્યો છે અને વધુ સુનાવણી ૧૫મી જૂનના રોજ નિયત કરી છે. રસીકરણ વિશે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ૧૮થી ૪૫ વર્ષના લોકોને અપાનારી રસીની જવાબદારી રાજ્ય સરકાર પર છે. આ વયજૂથ માટે કુલ ૬.૫ કરોડ ડોઝની જરૃર છે. હાલ ૨.૫૦ કરોડ ડોઝનો ઓર્ડર  અપાયો છે અને આવનારાં દિવસોમાં પચાલ લાલ ડોઝનો ઓર્ડર અપાયો છે. રાજ્ય સરકારે આ કુલ ત્રણ કરોડ ડોઝની કિંમત પણ ચૂકવી દીધી છે પરંતુ તેની ડિલીવરી વિવિધ તબક્કમાં કરવામાં આવશે. ડિલીવરી અંગે એવી કોઇ ચોક્કસ ખાતરી ઉત્પાદકો તરફથી આપવામાં આવતી નથી. તેથી હાઇકોર્ટે ટકોર કરી હતી કે ડિલીવરીની ખાતરી ન હોય તો પછી ઓર્ડર આપવાનો શું મતલબ. જવાબ આપતા એડવોકેટ જનરલે કહ્યું હતું કે સરકારનું આયોજન હતું કે તમામ ૬.૫ કરોડ ડોઝનો ઓર્ડર એકસાથે આપી દેવામાં આવે પરંતુ વેક્સિનનો સતત પુરવઠો મળી શકે તેમ નથી. બન્ને વેક્સિન ઉત્પાદકો અન્ય રાજ્યોને પણ વેક્સિન આપી રહ્યા હોવાથી ડિલીવરી ક્યારે મળશે તે અંગે કોઇ ખાતરી અપાતી નથી. આ ઉપરાંત ઓર્ડના પૈસા પણ ઉત્પાજકોને પહેલાં જ આપી દેવામાં આવે છે. જેથી ખંડપીઠે કહ્યું હતું કે વેક્સિનના ગ્લોબલ ટેન્ડર મગવવા વિશે સરકારનો શું અભિપ્રાય છે, જેના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે પંજાબ, હરિયાણા અને બિહાર સહિતના રાજ્યોએ ફાયર અને મોડેર્માએ વેક્સિન માટે સંપર્ક કર્યો હતો. જો કે આ કંપનીઓએ રાજ્ય સરકારનો પ્રસ્તાવ નકાર્યો હતો અને એવો જવાબ આપ્યો છે કે આ કંપનીઓ માત્ર કેન્દ્ર સરકાર સાથે જ વાટાઘાટ અને સોદો કરશે. મે મહિનમાં ૧૩.૬૮ લાખ સિરમમાંથી અને ૨.૪૯ વાયલ ભારત બાયોટેકમાંથ આવ્યા.આમ કુલ ૧૬ લાખ આવ્યા. આ સ્ટોકમાંથી ૩૧મી મે સુધી કે જુનની શરુઆતમાં ચાલશે. જેથી હાઇકોર્ટે કટાક્ષ કર્યો હતો કે આમ ધીરે-ધીરે વેક્સિનનો સ્ટોક મળશે તો રસીકરણ પંચવર્ષીય યોજનાની જેમ ચાલશે. જેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે બેગર્ડ ડોન્ટ હેવ એ ચોઇસ. વેક્સિન ઉત્પાદકોને ૫૦ ટકાથી વધુ સ્ટોક રાજ્ય સરકારોને ન વેચવા કેન્દ્ર સરકારની સૂચના છે. સુનાવણી દરમિયાન અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અત્યારે પરિસ્થિતિ સુધરી છે પરંતુ સરકારે સચેત રહેવું જોઇએ અને આવનારાં સમય માટે તૈયારી કરવી જોઇએ. કેસોમાં ઘટાડો આવ્યો છે અને મુશ્કેલીઓ ઓછી થઇ છે તે જોઇએ સરકારે સાવચેત રહેવાનું છોડી ન દેવું જોઇએ. તડકો હોય ત્યારે જ  ઘરની છતનું સમારકામ થઇ શકે છે, તેમ અત્યારે સ્થિતિ કાબૂમાં છે તો સરકારે આરોગ્યતંત્રને વધુ મજબૂત કરવાની તૈયારી શરૃ કરરી દેવી જોઇએ.