મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 મે 2021 (12:50 IST)

અમદાવાદમાં GMDC ખાતે એક હજાર ખર્ચીને પણ રસી લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો

અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડમાં 1 હજારના વહીવટી ચાર્જ સાથે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ થયું છે. વેકસીન લેવા માટે વહેલી સવારથી ગાડીઓની કતાર લાગી હતી. પરંતુ GMDC ગ્રાઉન્ડમાં શરૂ કરવામાં આવેલી આ વેકસીનેશન પ્રક્રિયા સામે કેટલાક સવાલો ઉઠ્યા છે. તંત્ર દ્વારા ફ્રી વેકસીનેશન કરવામાં આવતું હતું ત્યારે લોકોને રજિસ્ટ્રેશન થતું ન હતું અને એ જ વેબસાઈટ હવે ચાર્જ વસૂલી વેકસીન આપવામાં આવી રહી છે. એટલુંજ નહિ ખાનગી હોસ્પિટલ લોકો પાસે 1 હજાર રૂપિયા લઈને વેકસીન આપવામાં આવી રહી છે છતાં કોઈપણ ભાડું નક્કી કર્યા વગર જ અને ભાડું વસુલ્યા વગર જ GMDC ગ્રાઉન્ડ ખાનગી હોસ્પિટલને ફાળવી દેવાતા વિવાદ સર્જાયો છે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેકસીનેશન શરૂ તો થયું છે પણ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેની જાહેરાત થઈ ત્યારથી વિવાદ સર્જાયો છે.સુત્રોના જણાવ્યા અનુસાર, GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન જાહેરાત તો થઈ પણ AMCના સત્તાધીશોને સંજ્ઞાનમાં લીધા વગર અધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવાતા સમગ્ર મામલો ગાંધીનગર પહોંચ્યો હતો અને રાતો રાત AMCના બોર્ડ ઉતારી લેવાયા હતા.બીજું કે અહીં વેકસીન લેવા અવનારા ઘણાં લોકો વહેલી સવારથી ગાડીઓની કતાર લગાવીને ઉભા હતા. લોકોએ જણાવ્યું કે,  ફ્રીમાં વેકસીન આપવામાં આવતી હતી ત્યારે રજિસ્ટ્રેશન થતું ન હતું અને સેફટીને ધ્યાનમાં રાખી વેકસીન લેવી જરૂરી છે. જેથી હજાર રૂપિયા ખર્ચ કરીને પણ વેકસીન લઈ રહ્યા છે. ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં સ્થળ પર રજિસ્ટ્રેશન કરીને લોકોને વેકસીન આપવામાં આવી રહી છે.  થોડા દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન સિવાય વેકસીન નહિ આપવાનો પોતાનો મત સ્પષ્ટ કરી ચૂક્યું છે છતાં ખાનગી હોસ્પિટલને સ્થળ પર રજિસ્ટ્રેશનની મંજૂરી કેવી રીતે આપી દેવાઇ તે પણ એક મોટો સવાલ છે.એપોલો હોસ્પિટલના ચીફ ઓપરેટીંગ ઓફિસર બાલાજી પિલ્લાઈ જણાવે છે કે, જે GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની AMCએ અમને અહીં લોકોની સેવા કરવા ઇનવાઈટ કર્યા  છે. જેની સામે ચર્ચા થઇ રહી છે કે, સેવા માટેનો આ વેકસીનેશનનો ઉદ્દેશ હોય તો 1 હજાર રૂપિયા કેમ લેવાઈ રહ્યા છે. બીજું કે જ્યારે ખાનગી હોસ્પિટલ લોકો પાસે હજાર રૂપિયા વસૂલી વેકસીન આપી રહી છે તેમ છતાં GMDC ગ્રાઉન્ડનું ભાડું  લીધા વગર કેમ આપી દેવાઈ તે એક મોટો સવાલ છે.