રોચર કેક
N.D
ફોસ્ટિંગ માટે - 200 ગ્રામ આઈશિંગ સુગર, 50 ગ્રામ કોકો પાવડર, 2 ચમચી વેનિલા એસેંસ, 1 ચમચી બ્રાઉન કલર.
સજાવવા માટે : 100 ગ્રામ ચોકલેટ, 50 મિલી દૂધ
બનાવવાની રીત - બટર અને કંડેસ્ડ મિલ્કને ભેળવીને સારી રીતે ફેટો. તેમા મેંદો, બેકિંગ પાવડર, કોકો પાવડર, સોડા, કલર અને એસેંસ નાખીને ફેટો. પછી દૂધ નાખીને સારી રીતે ફેટો. ટીનના વાસણમાં ચિકાશ લગાવી તેના ઉપર થોડો મેંદો ભભરાવો. મિશ્રણને સારી રીતે વાસણમાં ભરો અને 180 ડિગ્રી સે. પર 25 મિનિટ સુધી બેક કરો.
ફોસ્ટિંગ માટે માખણ અને આઈશિંગ શુગરને ભેળવીને થોડા સમય માટે ફેટો. ફેટતા સમયે કોકો પાવડર, કલર અને એસેંસ પણ મિક્સ કરો.
ચોકલેટ ડેકોરેશન માટે - ચોકલેટના ટુકડા કરીને દૂધમાં ઓગાળી લો. અડધા ભાગ પર 1/4 ફ્રોસ્ટિંગ સામગ્રી ફેલાવી દો. કેકનો બીજો ભાગ આના પર મુકો અને કેકને ઠંડો કરો. કેકના ઉપર બંને બાજુ ચોકલેટ ફેલાવી દો અને ચોકલેટથી જ સજાવો.