શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (12:05 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah જેઠાલાલે એ બ્રેક લીધો! દિલીપ જોશીએ વીડિયો પોસ્ટ કરીને કર્યો ખુલાસો

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લગભગ 14 વર્ષથી ફેન્સનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલના દરેક પાત્રને દરેક ઘરમાં ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ પાત્ર થોડા સમય માટે પણ જોવા ન મળે તો ચાહકો પરેશાન થઈ જાય છે.
 
હાલમાં જ જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યા છે કે તે શોમાંથી થોડો સમય બ્રેક લેવા જઈ રહ્યા છે.
 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલનુ પાત્ર નિભાવતા દિલીપ જોષીએ પોતાના પરિવાર સાથે તંજાનિયાની ધાર્મિક યાત્રામાં જવાના કારણે શો માં થોડા દિવસોનો બ્રેક લીધો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા રહેવા છતા દિલીપ જોષી પોતાની ધાર્મિક યાત્રા વિશેની પોસ્ટ મુકી માહિતી શેર કરી છે. આ દરમ્યાન જેઠાલાલનું પાત્ર થોડા દિવસો સુધી ગાયબ રહેશે. 
 
ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા) અભિનેતા દિલીપ જોશી સંબંધિત એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલીપ જોશીએ શોમાંથી લાંબો બ્રેક લીધો છે.  દિલીપ જોશી કામમાંથી બ્રેક લઈને પરિવાર સાથે તાન્ઝાનિયા ગયા છે. તેઓ ધાર્મિક યાત્રા પર છે અને ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી દિલીપ જોશી પણ અબુધાબી જશે. સ્પષ્ટ છે કે દિલીપ જોશી કેટલાક એપિસોડમાં જોવા નહીં મળે. તમને જણાવી દઈએ કે દિલીપ જોશી બીજા દિવસે અભિનેત્રી મુનમુન દત્તાના જન્મદિવસના સેલિબ્રેશનના સેટ પર હાજર ન હતા, ત્યારપછી તેમના શો છોડવાની અફવાઓ ઉડી હતી.