ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 14 એપ્રિલ 2023 (08:46 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલની ચમકી કિસ્મત, બબીતાજીએ હગ કર્યું જુઓ વિડીયો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)  દર્શકોના પ્રિય શોમાંથી એક છે. ઘણા વર્ષોથી, ફૈંસ આ સીરિયલને ખૂબ પસંદ કરે છે, જેના કારણે આ શો હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. હાલમાં જ આ શોમાં બધાના ફેવરિટ જેઠાલાલનું નસીબ બદલાયું છે. આવું એટલા માટે થયું કારણ કે જેઠાલાલની બબીતાજીએ જેઠાલાલને ગળે લગાડ્યા, પછી તો  જેઠાલાલની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)ના તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે બબીતા ​​જી લોટરી જીતે છે અને તે એટલી ખુશ થઈ જાય છે કે ઝડપથી જેઠાલાલને ગળે લગાવી લે છે. ઉલ્લેખનીય છે  કે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  ફૈંસ જેઠાલાલ અને બબીતા ​​જીની કેમેસ્ટ્રી જોવાનું પસંદ કરે છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે બબીતાજીને ગળે લગાવ્યા બાદ જેઠાલાલ ખુશીથી લાલ થઈ જાય છે. સાથે જ  તે ચોંકી પણ જાય છે, પરંતુ અંદરથી, જેઠાલાલ આ ક્ષણ માટે ખૂબ ખુશ છે. જેઠાલાલને આ ક્ષણ સપનાથી ઓછી નથી લાગતી. જોકે, આ સપ્રાઈજિન્ગ તો હતુ, પણ જેઠાલાલના મનમાં લડ્ડુ ફૂટી રહ્યા હતા.
 
આ વીડિયોને શેર કરતા લખ્યું છે કે, "જીવનમાં ક્યારેય હાર ન માનો." આ સાથે વીડિયોની ઉપર લખેલું છે કે આખરે સપનું પૂરું થયું. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે કહ્યું, "14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો છે." એ જ કહે છે કે જેઠાલાલનું જીવન સફળ હતું. એકે કહ્યું કે જેઠાલાલને હવે મોક્ષ મળશે. એકે કહ્યું કે બંનેના સપના પૂરા થયા, બબીતાને કાર મળી અને જેઠાલાલને બબીતાનું હગ મળી ગયુ . આખરે 15 વર્ષ પછી જેઠાલાલ બબીતાને ગળે લગાવે છે. આ કોઈ સ્વપ્ન નથી, વાસ્તવિકતા અને પ્રેમ છે.