રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (06:14 IST)

TMKOC: 'બબીતા ​​જી' મુનમુન દત્તા સાથેના અફેરની અફવાઓ પર Raj Anadkat નું આવ્યું રીએક્શન, કહી આ વાત

ટીવીની દુનિયામાં, 'Taarak Mehta Ka Ooltah Chashmah' એક એવો શો છે, જે 14 વર્ષથી માત્ર દર્શકોનું મનોરંજન જ નથી કરી રહ્યો, પરંતુ TRP લિસ્ટમાં પણ ટોચ પર છે. આ શો સાથે સંકળાયેલા દરેક પાત્રની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. ભૂતકાળમાં, ઘણા જૂના સ્ટાર્સ આ શો છોડી ચુક્યા છે, પરંતુ દર્શકો હજુ પણ તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટે પણ શો છોડી દીધો છે. આ સમાચાર પર મહોર લગાવતા, રાજ અનડકટે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી હતી.
 
Raj Anadkat દ્વારા આ શોને અલવિદા કહેતા તેના ફેન્સ આજે પણ દુ:ખી છે.  એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજ અનડકટે સીરિયલમાં બબીતા ​​જીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા સાથેના અફેરની અફવાઓ પર વાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટપુ અને બબીતા ​​જીનું અફેર છે. ઉલ્લેખનિય છે કે રાજ અનડકટ અને મુનમુન દત્તા વચ્ચે 9 વર્ષનું અંતર છે. આવી સ્થિતિમાં, જ્યારે બંનેના અફેરના સમાચાર સામે આવ્યા, ત્યારે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લોકોની ક્લાસ લીધી હતી. 
 
જેમાં હવે જ્યારે Raj Anadkat ને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે કેટલાક લોકો એવા છે જેઓ આવી વાતો કરતા રહે છે, પરંતુ મેં  હંમેશા મારા કામ સાથે મતલબ રાખ્યો છે. Raj Anadka કહે છે કે ગપસપ એ કોઈપણ અભિનેતાના જીવનનો એક ભાગ છે. હું ખોટી વાતોને અવગણું છું અને આવી અફવાઓથી પરેશાન કરતો નથી. Raj Anadka એ   'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ભવ્ય ગાંધીને  રિપ્લેસ કર્યો હતો.  રાજ અનડકટના અલગ થયા બાદ સિરિયલના મેકર્સ ફરી એકવાર નવા 'ટપ્પુ'ની શોધમાં છે. સમાચારોનું માનીએ તો રાજ અનડકટ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહયા છે.