ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (08:52 IST)

'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં દયાભાભીનું પાત્ર ભજવી ચૂકેલાં 'દિશા વાકાણી'ને કૅન્સર હોવાની વાત અફવા છે?

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં દયાભાભીનું મુખ્ય પાત્ર ભજવનાર દિશા વાકાણીને કૅન્સર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
 
રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિશા વાકાણીને ગળાનું કૅન્સર થયું છે.
 
'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં દયાભાભીના ભાઈની ભૂમિકા ભજવનાર સુંદરલાલે અને દિશા વાકાણીના સગા ભાઈ મયૂર વાકાણીએ કૅન્સરના સમાચાર વિશે જણાવ્યું હતું કે, "આ રિપોર્ટ્સ સાચા નથી. દિશા એકદમ સ્વસ્થ અને સારાં છે. તેમને કોઈ જ બીમારી નથી, આ એક અફવા છે."
 
વર્ષ 2019થી દિશા વાકાણી ઉર્ફે દયાબહેનના 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં ફરી ઍન્ટ્રીને લઈને સવાલો પણ થઈ રહ્યા છે કે શું દિશા વાકાણી જ દયાબહેનની ભૂમિકા ભજવશે?
 
આ પ્રશ્નોના જવાબમાં અસિત મોદીએ બીબીસીનાં સહયોગી પત્રકાર સુપ્રિયા સોગલેને જણાવ્યું હતું કે, "અમે પણ દિશા વાકાણીને જ દયાબહેનના રૂપમાં જોવા માગીએ છે, પરંતુ હવે તેમનાં લગ્ન થઈ ગયાં છે. તેમના પરિવારમાં પુત્રનો જન્મ થયો છે. એક દીકરી હતી. હવે એક દીકરો આવ્યો એટલે આખો પરિવાર થઈ ગયો છે."
 
અસિત મોદીએ કહ્યું હતું કે, "જૂનાં દયાબહેન આવે એમ અમે પણ ઇચ્છીએ છીએ, પણ પરિવારની જવાબદારીના લીધે તેઓ ન આવી શકે, તો અમે બીજા દયાબહેનને શોધીશું. મને અને મારી ટીમને જે પણ મળશે તે તમામ દર્શકોને ગમશે."