શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 24 મે 2022 (14:03 IST)

TMKOC: શો માં દયાબેનનુ કમબેક થવા જઈ રહ્યુ છે, દિશા વકાનીને લાગી શકે છે મોટો ઝટકો

disha vakani
સુપરહિટ કૉમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka Ooltah Chashmah)' છેલ્લા અનેક વર્ષોથી દર્શકોનુ મનોરંજન કરી  રહ્યુ છે. આ શો એ અનેક કલાકારોને એક ખાસ ઓળખ આપી. જો કે સમય સાથે આ શો માં અનેક નવા કલાકરો જોડાયા અને અનેક જૂના કલાકારોએ આ શો ને અલવિદા પણ કર્યુ. પણ આ શો દયાબેન(Dayaben) ના પાત્ર વગર હંમેશા અધુરુ જ લાગે છે. હવે દયાબેનના ફેંસ માટે એક મોટી ખુશ ખબર સાંભળવા મળી છે. 
 
આસિક મોદીએ આપ્યા ગુડ ન્યુઝ 
 
છેલ્લા કેટલાક સમયથી આ શો સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે તારક મેહતાનુ પાત્ર ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાએ આ શો ને અલવિદા કહી દીધુ છે.  ત્યારબાદ એ પણ સાંભળવા મળ્યુ કે ગ્લેમરસ અદાઓનો તડકો લગાવનારી મુનમુન દત્તા (Munmun Dutta) પણ બબીતા જી ના રોલ ને છોડી રહી છે. આવા નિરાશાજનક સમાચાર વચ્ચે હવે આ શો ના નિર્માતા અસિત મોદી એક મોટી ગુડ ન્યુઝ લઈને આવ્યા છે. 
 
આ વર્ષે  દયાબેનનુ શો મા થશે કમબેક 
તાજેતરના અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફરી એકવાર દયાબેન અને જેઠાલાલની મસ્તી મજાક ગોકુલધામ સોસાયટીને ગૌરવ અપાવવા જઈ રહી છે. ફેંસ પણ લાંબા સમયથી દયાબેનના કમબેકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. હવે શોના નિર્માતા અસિતે પણ ફેંસને વચન આપ્યું છે કે તે જલ્દી જ દયાબેનને પરત લાવશે. તેમણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 2022માં તે કોઈ સારી તક જોઈને  દયાબેનની એંટ્રી કરાવશે.