શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 17 મે 2022 (11:40 IST)

14 વર્ષ પછી આ એક્ટર છોડશે તારક મેહતા જેઠાલાલનો કેવી રીતે લાગશે દિલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ( (Taarak Mehta Ka Ooltah Chashmah) ની દેશભરમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ચાહકો આ શો સાથે સંબંધિત દરેક અપડેટ જાણવા માંગે છે. જો તમે પણ આ જ ઈરાદાથી અમારા આ સમાચાર વાંચી રહ્યા છો, તો આ સમાચાર તમને દુઃખી અને આશ્ચર્યચકિત કરી શકે છે. ચર્ચા છે કે 'તારક મહેતા'ના લીડ એક્ટર શૈલેષ લોઢા લગભગ 14 વર્ષ બાદ શો છોડી રહ્યા છે. એસી સમાચાર સામે આવ્યા છે કે તેણે શોનું શૂટિંગ પણ બંધ કરી દીધું છે.
 
દયાબેન પછી તારકની વિદાય
 
આ સમાચાર જાણ્યા પછી, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના (Taarak Mehta Ka Ooltah Chashmah )  ચાહકોને જબરદસ્ત આંચકો લાગશે. અત્યાર સુધી લોકો દયાબેનની રાહ જોતા હતા, પરંતુ હવે શોની કરોડરજ્જુ ગણાતા શૈલેષ લોઢા (Sailesh Lodha) ના શોમાંથી બહાર થવાના સમાચાર આવ્યા છે. આ શોમાં શૈલેષ લોઢા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના સારા મિત્રની ભૂમિકામાં છે.