શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 18 મે 2022 (14:36 IST)

Shailesh Lodha એ કેમ છોડ્યો તારક મેહતા શો ? કંઈક આવી છે અભિનેતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ

shailesh lodha
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવીનો સૌથી ચર્ચિત અને પસંદગીનો શો છે. તેને વૃદ્ધ હોય કે બાળકો બધા કોઈ ખૂબ મન લગાવીને જોવુ પસંદ કરે છે. વર્ષ 2008થી શરૂ થયેલો આ શો સતત દર્શકોનુ મનોરંજન કરતુ આવ્યુ છે. તેમા તેમણે કોઈ કસર છોડી નથી. તેના બધા પાત્ર પણ પોતાની જુદી જ  સ્ટોરી બતાવતા જોવા મળ્યા છે. ગોકુલધામ સોસાયટીની આસ પાસ બનેલી આ પ્રેમાળ દુનિયામાં દિલીપ  જોશી (Dilip Joshi), શૈલેષ લોઢા (Shailesh Lodha), અમિત ભટ્ટ (Amit Bhatt), મંદાર ચંડવાડકર  (Mandar Chandwadkar), સોનાલિકા જોશી (Sonalika Joshi), સુનયના ફોજદાર (Sunayana Fozdar), મુનમુન દત્તા (Munmun Dutta) જેવી હસ્તીઓએ ચાર ચાંદ લગાવ્યા છે. આ શો ને આ કલાકારોએ પોતાના અભિનયથી સીંચીને મોટો કર્યો છે અને આ શો અનેક ખાટી મીઠી યાદોથી ભરેલો છે. પરંતુ આ 14 વર્ષની યાત્રામાં અનેક લોકોએ સાથ છોડ્યો પણ છે અને હાથ પકડ્યો છે. તાજા સમાચારની વાત કરીએ તો આ શો ના સૂત્રધાર તારક મેહતા જેમનુ નામ શૈલેષ લોઢા છે તેમણે આ શોને અલવિદા કરી દીધુ છે.  તેમણે આવુ કેમ કર્યુ અને તેમની રીલ અને રિયલ લાઈફ કેવી છે આ બધુ જાણીએ વિસ્તારથી. 
 
શૈલેષ લોઢા પણ પ્રખ્યાત કવિ છે. તેમની કવિતાઓ અને શેરો-શાયરીનો કોઈ જવાબ નથી. તે ઘણીવાર કવિ સંમેલનમાં પણ ભાગ લેતા જોવા મળે છે. તેમનો જન્મ 8 નવેમ્બર, 1969ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. બાળપણથી જ તેમને કવિતાઓ લખવાનો ખૂબ જ શોખ હતો. આથી જ એક કવિની છબી ત્યારથી તેમની સાથે રહી છે, જે આજે લોકોના હૃદયમાં ઘર કરી ગઈ છે. અભ્યાસની વાત કરીએ તો શૈલેષ લોઢાએ B.Sc કર્યું છે. ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, તેમણે જોધપુરમાં જ થોડું કામ કર્યું અને પછી કવિ સંમેલનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું.
આવી છે તારક મેહતાની અસલ જીંદગી 
શૈલેષ લોઢાના લગ્ન સ્વાતી લોઢા સાથે થયા. તે ખૂબ જ સુંદર અને ઈંડિપેડેંટ મહિલા છે. તેમનુ અભિનયની દુનિયા સાથે કોઈ લેવડ દેવડ નથી. તેમણે મેનેજમેંટમાં  PHd  કરી રાખ્યુ છે. સ્કોલર હોવાની સાથે તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે અને એક સોશિયલ વર્કર પણ છે. શૈલેષ અને સ્વાતિને સ્વરા નામની પુત્રી પણ છે. અભિનેતાએ 2007માં 'કોમેડી સર્કસ'થી સ્પર્ધક તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે 2008માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી નવી ઇનિંગ શરૂ કરી. 14 વર્ષ આપ્યા પછી, તેમણે શોને ટાટા-બાય-બાય કહ્યું. જો કે, આ દરમિયાન તેમણે 2012-13માં સોની ટીવી પર 'વાહ-વાહ ક્યા બાત હૈ' ટેલિકાસ્ટ કરી હતી. સિરિયલમાં પ્રેઝન્ટર તરીકે જોવા મળ્યા હતા.  આ સિવાય તે 2019ની કોમેડી ફિલ્મ 'વિગ બોસ'માં રાખી સાવંત, એહસાન કુરેશી, ગણેશ આચાર્ય, ઉપાસના સિંહ સાથે પણ જોવા મળ્યા હતા અને તેમણે 2014-15માં 'બહુત ખૂબ' પણ હોસ્ટ કરી હતી.
 
શૈલેષ લોઢાએ કેમ છોડ્યુ TMOC?
શૈલેશ લોઢાએ પોતાના કેરિયરના અનેક વર્ષ આ શો ને આપ્ય આને બદલામાં શો એ પણ તેમણે ઘણુ બધુ રિટર્ન કર્યુ. પણ એક સમય એવો આવ્યો જ્યારે તેમને શો અધવચ્ચે જ છોડીને જવુ પડ્યુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શૈલેષ છેલ્લા એક મહિના (એપ્રિલ, 2022થી) શો માટે શૂટિંગ કરી રહ્યો ન હતો અને હવે પરત ફરવાની કોઈ યોજના નથી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા પણ તેના કરારથી ખુશ નથી.  તેમનુ કહેવુ છે કે શોના શૂટિંગની તારીખોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી.  તેઓ તેમની મળી રહેલી પ્રોજેક્ટ્સની ઓફરોને આમ જ રિજેક્ટ કરતા રહીને બરબાદ નથી કરી શકતા . જોકે પ્રોડક્શન હાઉસ તેને મનાવવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ અભિનેતાએ છોડી દેવાનું મન બનાવી લીધું છે. શૈલેષ લોઢાની નેટવર્થની વાત કરીએ તો તે 1 મિલિયન છે. તે દર મહિને 1.5 લાખ રૂપિયા ફી લે છે.
અત્યાર સુધી આ લોકોએ તારક મહેતાને છોડી દીધી છે
શૈલેષ લોઢા ઉપરાંત દયા બેનનું પાત્ર દિશા વાકાણી, ટપ્પુનું પાત્ર ભવ્ય ગાંધી, અંજલી મહેતા તરીકે નેહા મહેતા, ઝિલ મહેતા તરીકે સોનુ, ગુરચરણ સિંહ તરીકે સોઢી, સોનુના પાત્રમાં અન્ય શોમાં નિધિ ભાનુશાલી. જે આવ્યો તેણે જેઠાલાલની બાજુ છોડી દીધી. આ ઉપરાંત નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક અને ડોક્ટર હાથીની ભૂમિકા ભજવનાર કવિ કુમાર આઝાદનું નિધન થયું હતું.