બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (18:02 IST)

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાને ટક્કર આપવા આવી રહી છે આ ગ્લેમરસ અભિનેત્રી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) લાંબા સમયથી ટીઆરપી ચાર્ટમાં ટોપ પર રહેલુ છે. આ શો ના દરેક કેરેક્ટરની  પોતાની એક જુદી જ ઓળખ છે. અને દર્શકોનું ભરપૂર મનોરંજન કરતા રહે છે. આ શો તેની સ્વચ્છ કોમેડીના કારણે લોકપ્રિય છે. હવે શોમાં મનોરંજનનો તડકો લગાવવા  નવી અભિનેત્રી અર્શી ભારતી શાંડિલ્યા (Arshi Bharti Shandilya) ની એંટ્રી કરાવી છે. એવું માનવામાં આવે છે કે બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) ને ટફ કોમ્પીટીશન આપતી જોવા મળશે. 
ઈંડિયન ટેલીવિઝન પર આવનારો અને સૌથી લાંબા સમયથી ચાલનારો  કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છે . છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરનારા આ શોના ઘણા કલાકારો રિપ્લેસ થયા  છે. આ દરમિયાન અર્શી ભાટિયા શાંડિલ્યા (Arshi Bharti Shandilya) એ મેહતા સાહેબની સેક્રેટરીના રૂપમાં જોઈન કર્યુ તો ચારેબાજુ ચર્ચાનો વિષય બની  ગઈ છે.