શનિવાર, 1 એપ્રિલ 2023
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (15:42 IST)

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા.. માં નહી જોવા મળે હવે જેઠાલાલ ? દિલીપ જોશીએ આ શો ને છોડવાને લઈને શુ કહ્યુ જાણો

તારક મેહતા ક ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એક એવો પારિવારિક શો છે જે લાંબા સમયથી  ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહ્યોછે. અને તે દર્શકોને ખૂબ પસંદ પણ પડી રહ્યો છે. આ 13 વર્ષ જૂના શો આજે પણ  ટીઆરપી લિસ્ટમાં સતત્રહે છે. ફક્ત શો જ નહી પણ તેમા કામ કરનારા એક્ટર્સ પર પણ લોકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો છે. ભલે તે જેઠાલલ હોય કે પછી ટપ્પુ. ફેંસ આ કેરેક્ટર્સથી ખૂબ વધુ કનેક્ટેડ છે. આ જ કારણ છે કે જ્યારે દિશા વકાની શો પરથી ગઈ તો લોકોને ખૂબ ઝટકો લાગ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી શો મા ઘણા ફેરફાર જોવા મળ્યા છે. આ સીરિયલથી જાણીતા થયેલા સ્ટાર્સેને શો છોડ્વો ચાલુ છે. ટપ્પુનો રોલ ભજવી  રહેલા રાજ અનાદકટને લઈને તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે તેઓ જલ્દી જ આ શો ને અલવિદા કહેવાના છે અને હવે દિલીપ જોશી (Dilip Joshi)એટલે કે જેઠાલાલ (Jethalal)ને લઈને એવા સમાચાર સ્સામે આવી રહ્યા છે કે અને તેમણે પોતે જ આ અંગે વાત કરી છે. 
 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે દિલીપ જોશીને શો છોડવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, 'મારો શો એક કોમેડી શો છે અને તેનો ભાગ બનવામાં મજા આવે છે. તેથી જ્યા સુધી તેનો આનંદ લઈ રહ્યો છું, ત્યારે હું તે કરીશ, જે દિવસે મને લાગશે કે હું તેનો આનંદ લઈ રહ્યો નથી, ત્યા સુધી હું આગળ વધીશ.
દિલીપ જોશીએ એ પણ ખુલાસો કર્યો કે તેમને બીજા કેટલાક શો માટે નવી-નવી ઑફર્સ મળતી રહે છે, પરંતુ તેઓ આ શો માટે સમર્પિત છે. તેમણે કહ્યું, “મને અન્ય શોમાંથી ઑફર્સ મળે છે, પરંતુ મને લાગે છે કે જો આ શો સારો ચાલી રહ્યો છે તો પછી તેને અન્ય કોઈ વસ્તુ માટે કેમ છોડી દઉં. આ એક સુંદર યાત્રા રહી છે અને હું તેનાથી ખુશ છું. લોકો અમને બહુ પ્રેમ કરે છે કે હું તેને કોઈપણ કારણ વગર બરબાદ નહી કરુ. 
 
અભિનેતાએ માત્ર ટીવી પર જ પોતાના અભિનયની છાપ છોડી નથી, પરંતુ તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે 'મૈંને પ્યાર કિયા' અને 'હમરાજ' ​​જેવી ફિલ્મોમાં નાના રોલ કર્યા છે. જો કે તે હજુ પણ ફિલ્મો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું, 'અભિનયની બાબતમાં મારે ઘણું કરવાનું છે. જીવન હજી ભરેલું છે. આજની ફિલ્મોનો વિષય ખૂબ જ સરસ છે, તેથી જો મને ક્યારેય ઑફર મળે તો હું ક્યારેય સારી ફિલ્મ છોડીશ નહીં. અત્યારે મારા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, હું તેનો આનંદ લઈ રહ્યો છું.
 
વ્યક્તિગત જીંદગીની વાત કરીએ તો દિલીપ જોશીની પુત્રી નિયતિ જોશીએ તાજેતરમાં જ ફિલ્મ રાઈટર અશોક મિશ્રાના પુત્ર યશોવર્ધન મિશ્રા સાથે લગ્ન કર્યા છે. આ પ્રસંગે દિલીપ ભાવુક થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પુત્રીના ફોટોઝ શેય કરતા ઈમોશનલ નોંધ પણ લખી હતી.  આ પોસ્ટ સાથે તેમણે પોતાના જમાઈ યશોવર્ધનનુ પરિવારમાં સ્વાગત પણ કર્યુ.