1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : બુધવાર, 15 ડિસેમ્બર 2021 (15:36 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah: પોપટલાલની લાગી લોટરી, એક સાથે આવ્યા બે બે છોકરીના માંગા, શુ આ વખતે નીકળી શકશે પોપટલાલનો વરઘોડો ?

aarak Mehta Ka Ooltah Chashmah
Taarak Mehta Ka Ooltah Chashmah latest episode: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka Ooltah Chashmah)શો દર્શકોની પસંદગીનો શો છે. જેને લોકો ખૂબ જ પ્રેમથી જુએ છે.  આ શો ના પાત્ર લોકોના દિલમાં છાપ છોડી ચુયા છે. આમ તો શો ના બે મોટા મુદ્દા છે. એક તો દયાનેનનુ કમબેક ક્યારે થશે અને બીજો છે પોપટલાલ (Popatlal)ના લગ્ન. જેની છેલ્લા 13 વર્ષથી રાહ જોવાય રહી છે. અત્યાર સુધી પોપટલાલ કુંવારા છે. અને લગ્ન માટે બેબાકળા છે. પણ હવે લાગે છે કે પોપટલાલની લોટરી લાગી ગઈ છે. કારણ કે તેમને એક સાથે મળ્યા છે બે બે છોકરીના માંગા. પરંર્તુ સવાલ એ છે કે શુ આ વખતે ખરેખર પોપટલાલનો  બેંડ વાગી શકશે ખરુ 


 
આમ તો આવુ અનેકવાર થયુ છે જ્યારે પોપટલાલ માટે કોઈ માંગુ આવ્યુ હોય અને વાત બસ મંડપ સુધી જ પહોંચવાની હતી જ કે તેમના લગ્ન થતા થતા રહી ગયા. આવુ થતા થતા હવે તો 13 વર્ષ થઈ ગયા છે. પોપટલાલ પણ દરેક બાજુએ પોતાની તિકડમ અજમાવીને હારી ચુક્યા છે. પરંતુ તેમના લગ્ન છે કે થવાનુ નામ જ નથી લેતા. પણ હવે જ્યારે પોપટલાલ કૌન બનેગા કરોડપતિમાં દેખાયા તો તેમને માટે સંબંધોની લાઈન લાગી છે. એક નહી પરંતુ આ વખતે બે બે માંગા આવ્યા છે પરંતુ પ્રોબ્લેમ એ છે કે પોપટલાલ કોને પસંદ કરશે ? 

ફસાય ગયા પોપટલાલ 
 
હવે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કશુ પણ થાય અને હંગામો ન થાય એવુ બની શકે ખરુ ? તેથી હવે જ્યારે પોપટલાલ માટે માંગુ આવ્યુ છે તો હંગામો થવો એ તો દેખીતો છે. વાત એમ હતી કે પોપટલાલની ઘરે ચાલી રહ્યુ હતુ પેસ્ટ કંટ્રોલ તેથી છોકરીવાળાને પોપટલાલે મોકલી દીધા તેમને ભીંડેના ઘરે. પરંતુ ત્યારે બીજા છોકરીવાળા પણ આવી ગયા. આવામાં પોપટલાલે તેમને હાથીભાઈના ઘરે. અને હવે પોપટલાલ ક્યારેક હાથીભાઈના ઘરે ચક્કર લગાવી રહ્યા છે તો ક્યારેક ભિડેના ઘરે. જે પણ હોય પણ અહી તમે હસી હસીને લોટપોટ થશો એ નક્કી છે. બસ આપણે તો એ જ દુઆ કરીએ કે આ વખતે તેમના લગ્ન થઈ જાય