શુક્રવાર, 24 માર્ચ 2023
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated: બુધવાર, 24 નવેમ્બર 2021 (18:11 IST)

તારક મેહતા' ના જેઠાલાલ આ વ્યક્તિ પર થયા મેહરબાન, એકદમ જ વધી ગયા ફોલોઅર્સ

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના કલાકારોની લોકપ્રિયતા એટલી છે કે ઘર-ઘર લોકો તેમને ઓળખે છે. આ શોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ જોશીની લોકપ્રિયતા એટલી છે કે તેમના દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો તેમને સારી રીતે ઓળખે છે.
 
 
જ્યારે જેઠાલલએ મુક્યો જર્નાલિસ્ટના માથે હાથ
 
જેઠાલાલ(Jethalal)નું પાત્ર ભજવતા દિલીપ જોશી(Dilip Joshi) વિશ્વભરમાં એટલા લોકપ્રિય છે કે તાજેતરમાં તેમણે એક ઈંટરનેશનલ જર્નાલિસ્ટને સપોર્ટ કરીને કમાલ કરી દીધી.  ત્યારબાદ આ જર્નાલિસ્ટ એટલા ખુશ થઈ ગયા કે તેમણે ટ્વીટ કરીને આ વાત પોતાના દરેક ફોલોઅર્સને બતાવી. આ પત્રકારે ટ્વિટ કરીને જણાવ્યું કે કેવી રીતે અચાનક તેના ફોલોઅર્સની સંખ્યા ઘણી વધી ગઈ.

.
 
એક સાથે જ વધી ગયા સ્પૈનિશ જર્નાલિસ્ટના ફોલોઅર 
 
સ્પેનિશ પત્રકાર ડેવિડ લાડાએ ટ્વિટ કર્યું, 'જેઠાલાલનો ઉલ્લેખ કરવામાં મોડું થઈ ગયું. એક જ ક્ષણમાં, મારા 200 જેટલા ફોલોઅર્સ વધી ગયા છે. ડેવિડે હસતા ઇમોજી બનાવીને પોતાની પ્રતિક્રિયા આપી. તે જાણીતું છે કે આ પત્રકારે તેના એકાઉન્ટમાંથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના  (Taarak Mehta Ka Ooltah Chashmah)મુખ્ય અભિનેતા દિલીપ જોશી(Dilip Joshi)ની એક તસવીર શેર કરી હતી, જે પછી તે આશ્ચર્યજનક હતું.