રવિવાર, 2 એપ્રિલ 2023
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified ગુરુવાર, 11 નવેમ્બર 2021 (17:57 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah: દયાબેનના પતિ પર કેમ લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે, ખૂબ થયુ ટ્રોલિંગ

ટીવી એક્ટ્રેસ દિશા વાકાણી એક સમયે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Taarak Mehta Ka Ooltah Chashmah)ની ઓળખ હતી. હતી. આ શોમાં તે જેઠાલાલની પત્ની દયાબેન(Disha Vakani) નો રોલ ભજવતી હતી. લગ્ન બાદ દિશા વાકાણીએ શોથી દૂર થઈ અને પોતાની પર્સનલ લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ. 

ફરી ક્યારેય પરત ન આવી દિશા 
 
દિશા વકાની (Disha Vakani) એ  મા બનવાનું નક્કી કર્યું હતું અને લાંબા સમય સુધી રાહ જોયા પછી પણ તે શોમાં પાછી ન આવી. ચાહકોએ વિચાર્યું કે કદાચ દિશા વાકાણી મેટરનિટી લીવ બાદ શોમાં પરત ફરશે પરંતુ તેમ થઈ શક્યું નહીં. તાજેતરમાં અભિનેત્રીની એવી કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી છે  જેમા તે પોતાના બાળક સાથે જોવા મળી રહી છે. 
 
ફેંસ એ લગાવી દિશામાં પતિની ક્લાસ 
 
અભિનેત્રી આ તસ્વીરમાં ખૂબ જ બદલાયેલી દેખાય રહી છે. તેનુ વજન ખૂબ વધુ ચુક્યુ છે. જેનો અંદાજ તેનો ચેહરો  જોઈને લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે દિશા વકાની  (Disha Vakani) ની આ તસ્વીર પર તેના પતિને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા છે. કોમેંટ સેક્શનમાં ઘણા લોકો દિશા ના કેરિયરને બરબાદ કરવા માટે તેના પતિને જવાબદાર ઠેરવ્યા છે. 
 
પતિને કેમ દોષ આપી રહ્યા છે લોકો ?
 
એક યુઝરે કોમેંટ સેક્શનમાં લખ્યુ, તેના પતિએ તેનુ કેરિયર બરબાદ કરી નાખ્યુ. એક અન્ય યુઝરે લખ્યુ પતિ અને બાળકોમાં જ ખોવાઈ ગઈ. આ જ રેતે એક યુઝરે કોમેંટ કરી, પરિવારને કારણે કેરિયર ખોવાય ગયુ. આ પ્રકારના તમામ કોમેંટ લોકોએ કર્યા છે. દિશા વકાની  (Disha Vakani)ના પતિને તેનુ કેરિયર બરબાદ કરવા બદલ જવાબદાર ઠેરવ્યા છે.