સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 29 ડિસેમ્બર 2021 (15:35 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah: Jheel Mehta ની તસ્વીરો જોઈને ચોંકી જશે ફેન્સ, જુઓ કેટલી બદલાઈ ગઈ છે સોનુ ભિડે નુ લુક

Taarak Mehta Ka Ooltah Chashmah: કોમેડી ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)વત્ઢ 2008થી સતત પ્રસારિત થઈ રહ્યુ છે.  આ ટીવી સીરિયલની પોપુલૈરિટીનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે આજે પણ દર્શકોની પહેલી પસંદ બનેલો છે. આ ટીવી સીરિયલમા એક થી એક ચઢિયાતા કેરેકટર જોવા મળે છે જેમા જેઠાલાલ બનેલા દિલીપ જોશી (Dilip Joshi) થી લઈને બાબુજી બનેલ આ અમિત ભટ્ટ (Amit Bhatt )નો સમાવેશ છે. 

 
આજે અમે તમને આ શો નો લાંબા સમય સુધી ભાગ રહેલ એક એવી જ સેલિબ્રિટી વિશે બતાવી રહ્યા છે જેનો ફોટો અને વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. 
 
 
અમે વાત કરી રહ્યા છે અભિનેત્રી ઝીલ મહેતા(Jheel Mehta) ની જેણે કોમેડી ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનૂ ભિડેનુ પાત્ર ભજવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ઝીલ હવે આ ટીવી સીરિયલનો ભાગ નથી. જો કે ઝીલ, સોનુ ભિડેના પોતાના પાત્રને કારણે આજે પણ ઘરે ઘરે પોપુલર છે. હાલ તમને જણાવી દઈએ કે ઝીલે તાજેતરમાં જ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર બ્રાઈડલ મેકઅપની કેટલીક તસ્વીરો શેયર કરી છે. આ મેકઅપ ઝીલે કર્યો છે.  કારણ કે તે હવે એક મેકઅપ આર્ટિસ્ટ બની ચુકી છે. જી હા ઝીલ મેકઅપ બાય મેહતાના નામથી એક મેકઅપ સ્ટુડિયો ચલાવે છે. 
 
આમ તો ઝીલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની એક કરતા વધુ તસવીરો પણ પોસ્ટ કરી છે, જેને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તેનો લુક હવે ઘણો બદલાઈ ગયો છે. ઝીલની તસવીરો જોઈને ચાહકો વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ એ જ છોકરી છે જેને તેઓ શોમાં જોતા હતા.