1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. shivansh case- mother mother murder

માસૂમ શિવાંશની માતા કોણ છે? શિવાંશની માતાની હત્યા કરાઇ? સચિનને પત્નિએ શું કર્યો દાવો ?

mother of shivansh
માસૂમ શિવાંશની માતા કોણ છે? શિવાંશની માતાની હત્યા કરાઇ? સચિનને પત્નિએ શું કર્યો દાવો ?
ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશની માતા અમદાવાદ અથવા વડોદરાની હોવાની શક્યતા છે. ગાંધીનગરના પેથાપુરમાં બાળક 
 
તરછોડવા મુદ્દે પોલીસ તપાસ તેજ કરાઈ છે
 
હાલમાં સચિન અને સચિનની પત્ની આરાધનાની પોલીસ પૂછપરછ કરી રહી છે. સચિનની પત્ની આરાધનાએ કહ્યું કે, આ બાળક અંગે મને કંઈ જ ખબર નથી અને હું સચિનની 
 
પ્રેમિકા અંગે કંઈ જાણતી નથી. તેણે જણાવ્યુ કે આ બાળક સચિન દિક્ષિતની પ્રેમિકાના હોવાનુ કહેવાય છે. શિવાંશની માતા અને તેમની પ્રેમિકા મહેંદીનો આ બાળક છે. બન્નેના પ્રેમસંબંધ હતા. આરાધનાએ તે પ્રેમ પ્રસંગએ કશુ જાણતી નથી. પત્ની આરાધના પોતાના પરિવાર સાથે રાજસ્થાન પિયરમાં પ્રસંગમાં ગઈ છે જ્યારે પતિ સચિન ગાંધીનગરમાં એકલો રહેતો હતો. પોલીસ તપાસમાં બાળક સચિન દિક્ષીતની પત્નીનું ન હોવાનું સામે આવ્યું છે
 
સચિને હિના ઉર્ફે મહેંદીનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેના મૃતદેહને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધો હતો. આવેશમાં આવીને ઝઘડો થતા મર્ડર થયું 
 
હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાદમાં બાળકને સાથે લઇને અમદાવાદ આવવા નિકળી ગયો હતો. ત્યારબાદ શિવાંશને સ્વામિનારાયણ ગૌશાળામાં મૂક્યો હતો. ત્યાં 
 
તે રેગ્યૂલર ઘી અને દૂધ લેવા જતો હતો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર રાતે મળેલુ બાળક સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ બાળકની ઓળખ પ્રસ્થાપિત થઈ છે. સચિન દિક્ષિત સેક્ટર 26મા રહે છે અને પતિ પત્નીના 
 
ઝઘડામાં બાળકને તરછોડ્યુ હતું. બાળકના પરિજનોની ઓળખ કરવામાં સફળતા મળી છે. બાળકને મૂકવા આવેલી કારની પણ ઓળખ થઇ ગઇ છે.
 
આગળનો લેખ
Shivansh- શિવાંશની માતા મેહંદીની હત્યા કોણે કરી