ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 10 ઑક્ટોબર 2021 (15:44 IST)

Shivansh- શિવાંશની માતા મેહંદીની હત્યા કોણે કરી

શિવાંશની માતાની હત્યા કરાઇ?
ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશની માતા અમદાવાદ અથવા વડોદરાની હોવાની શક્યતા છે. ગાંધીનગરના પેથાપુરમાં બાળક તરછોડવા મુદ્દે પોલીસ તપાસ તેજ કરાઈ છે
 
હાલમાં સચિન અને સચિનની પત્ની આરાધનાની પોલીસ પૂછપરછ કરી રહી છે. સચિનની પત્ની આરાધનાએ કહ્યું કે, આ બાળક અંગે મને કંઈ જ ખબર નથી અને હું સચિનની પ્રેમિકા અંગે કંઈ જાણતી નથી.
 
શિવાંશ કેસમાં ધરખમ ખુલાસા થઈ રહ્યા છે.  સચિને હિના ઉર્ફે મહેંદીનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેના મૃતદેહને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધો હતો. આવેશમાં આવીને ઝઘડો થતા મર્ડર થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બાદમાં બાળકને સાથે લઇને અમદાવાદ આવવા નિકળી ગયો હતો. ત્યારબાદ શિવાંશને સ્વામિનારાયણ ગૌશાળામાં મૂક્યો હતો. ત્યાં તે રેગ્યૂલર ઘી અને દૂધ લેવા જતો હતો. 
 
શિવાંશના કેસમાં લવ ટ્રાઈંગલ સામે આવ્યુ છે. તેની પ્રેમિકાની પણ ઓળખ થઇ ગઇ છે અને તેનુ નામ પણ સામે આવ્યું છે.8 ઓક્ટોરબની રાત્રે ગાંધીનગરના પેથાપુર ગૌશાળા નજીક જ્યારથી શિવાંશ મળી આવ્યો છે ત્યારથી આ ઘટના કૂતહુલ અને ચર્ચાનો વિષય બની ગયો છે.  ઘટના પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં હતા. જેમાંનો મુખ્ય સવાલ છે કે,  આખરે કેમ આવા માસૂમ બાળકને પિતાએ રસ્તે રઝડતો છોડી દીધો?
 
ગાંધીનગરના પેથાપુરમાં બાળક મળવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દંપતિની પૂછપરછ દરમિયાન પત્નીએ ચોંકાવનારો ખુલાસો કર્યો જેમાં  બાળક અને પતિના પ્રેમ સંબંધને લઈને પત્ની અજાણ હોવાનું સામે આવ્યું છે. પત્ની પોતાના પરિવાર સાથે રાજસ્થાન પિયરમાં પ્રસંગમાં ગઈ છે જ્યારે પતિ સચિન ગાંધીનગરમાં એકલો રહેતો હતો. પોલીસ તપાસમાં બાળક સચિન દિક્ષીતની પત્નીનું ન હોવાનું સામે આવ્યું છે.