સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 10 ઑક્ટોબર 2021 (11:12 IST)

દેશમાં નવરાત્રિની સાથે જ તહેવારો શરૂ થયા છે ત્યારે રાજધાની દિલ્હીમાં આતંકવાદી હુમલાના આશંકાનાં કારણે હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે.

દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષાને લઈને હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. તહેવારોને જોતાં દિલ્હીમાં આતંકવાદી હુમલો થવાની આશંકા છે જેન લઈને ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળેલા ઈનપુટ બાદ દિલ્હી પોલીસને હાઇ અલર્ટ પર મૂકવામાં આવી છે. પોલીસે માર્કેટ, હોસ્ટેલ ગેસ્ટ હાઉસ પર નજર રાખવાની શરૂઆત કરી છે અને ભાડા પર રહેવા આવી રહેલા લોકોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.