1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 9 ઑક્ટોબર 2021 (21:42 IST)

Cruise Rave Party Case : સૈનેટરી પૈડમાં ડ્રગ્સ છુપાવીને લઈ ગઈ હતી મુનમુન ? વીડિયો થયો વાયરલ

Cruise Rave Party Case
કોર્ડેલિયા ધ ઈમ્પ્રેસ ક્રૂઝ પર ડ્રગ્સ જપ્ત કેસમાં અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની સાથે જ મુનમુન ઘમેચા (Munmun Dhamecha) ની પણ ધરપકડ કરવામાં આવી હતી. આવામાં હવે આ કેસને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વીડિયો એનસીબી શેયર કર્યો છે,  જેમા બતાવાય રહ્યુ છે કે કેવી રીતે ક્રૂઝમાંથી પકડાયેલી આરોપી મુનમુન ઘમીચએ સૈનેટરી પૈડ્સમાં ડ્ર્ગ્સ પિલને સંતાડી હતી. 
 
એનસીબીએ શેયર કર્યો વીડિયો 
 
ઉલ્લેખનીય છે કે  સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો NCB દ્વારા શેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે NCB એ કહ્યું છે કે મુનમુનના રૂમમાંથી આ સીઝરિંગનો વીડિયો છે અને તે ક્રૂઝ પર સર્ચ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ 28-સેકન્ડના વિડીયોમાં, દેખાય રહ્યુ છે કે સેનેટરી પેડ્સની અંદર પડીકામાં ડ્રગ પિલ સંતાડવામાં આવી છે. વેબદુનિયા આ વીડિયોની   સત્યતાની પુષ્ટિ કરતુ નથી. 

 
કોણ છે મુનમુન ઘમેચા 

 
ઉલ્લેખનીય છે કે મુનમુન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં જેલમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનમુન એક મોડેલ છે અને એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુનમુન મધ્યપ્રદેશના સાગર જિલ્લાની રહેવાસી છે, પરંતુ લાંબા સમયથી દિલ્હીમાં રહે છે.  બીજી બાજુ હે હવે મઘ્યપ્રદેશમાં ન તો પોતે રહે છે અને ન તો તેમના પરિવારનો કોઈ સભ્ય. બીજી બાજુ જો ઈંસ્ટાગ્રામ એકાઉંટની વાત કરીએ તો તએના પર તેમની પાર્ટી કરતી અનેક ફોટો છે. આ ઉપરાંત કેટલીક તસ્વીરોમાં સેલીબ્રિટી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે.