શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (10:18 IST)

કતારગામ લક્ષ્મી રેસિડનસીનો વીડિયો થયો વાયરલ, 8 મા માળે થી બાળક નીચે પટકાયું

સુરતના કતાર ગામમાંથી માતા-પિતાને ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વિશે સાંભળીને તમારું હદય કંપી ઉઠશે. સુરત કતારગામ લક્ષ્મી રેસિડેન્સેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક બાળક રમતાં રમતાં 8 માટેથી નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતાર ગામ ખાતે આવેલા લક્ષ્મી રેસિડેન્સીમાં આઠમા માળે ફ્લેટની બાલ્કનીમાં બાળક રમી રહ્યો હતો ત્યારે દરમિયાન તે ગ્રિલ પર ચડી જાય છે. આ દરમિયાન પરિવારના કોઇ સભ્યો આસપાસ દેખાઇ રહ્યા નથી. રમત-રમતમાં તે પોતાના શરીરનું બેલેન્સ ગુમાવી દે છે. જેના લીધે બાળક નીચે પટકાય છે અને તેનું કરૂણ મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. 
 
હાલમાં આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના માતા-પિતા અને બિલ્ડર્સ માટે લાલ બત્તી સમાન છે. હાલમાં શહેરોમાં મોટાભાગે ફ્લેટ અને હાઇરાઇઝ બિલ્ડીંગ નિર્માણ પામતી હોય છે પરંતુ તેમાં ગ્રીલની વ્યવસ્થા હોતી નથી. ત્યારે આ પ્રકારના કિસ્સા સર્જાતા હોય છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાંની સાથે જ કતારગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.