1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 6 એપ્રિલ 2021 (17:44 IST)

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને રેપથી બચવા બુરખો પહેરવાની આપી સલાહ, બિકિની ગર્લ સાથે પોતાનો જ વીડિયો થયો વાયરલ

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન બળાત્કારના કેસો પર ટિપ્પણી કરીને સોશિયલ મીડિયા પર ઘેરાયા છે. લોકો સોશિયલ મીડિયા પર ઈમરાનની ટિપ્પણી પર કડક પ્રતિક્રિયા આપી રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દેશમાં વધી રહેલા અશ્લીલતાને બળાત્કારના વધતા જતા કેસો માટે જવાબદાર ગણાવી હતી 
 
વડા પ્રધાન તરીકે તેમણે ઇસ્લામના પડદા પ્રથાની પ્રશંસા કરતા  થોડી સારી સલાહ આપી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો ક્યા ચૂપ બેસવાના હતા. એક  યુઝરે ટ્વિટર પર તેમનો એક વીડિયો પોસ્ટ કર્યો અને તેમને ઘેરી લીધા.  ઇમરાનનો આ વીડિયો તે સમયનો છે જ્યારે તે ક્રિકેટર હતો અને તે બીચ પર બિકીની પહેરેલી યુવતીની સાથે છે.
 
 
ઇમરાને સવાલ ઉઠાવ્યો હતો કે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે, બળાત્કારના કેસો વધી રહ્યા છે, સરકાર શું પગલાં લઈ રહી છે? જવાબમાં તેણે તેના માટે અશ્લીલતાને દોષી ઠેરવી હતી.
 
તેમણે કહ્યું કે માત્ર સરકાર જ તેને રોકી શકે નહીં. તેમણે કહ્યું કે અશ્લીલતા સામે સમાજને આગળ આવવું પડશે. ઇમરાન ખાને કહ્યું કે ઇસ્લામમાં પડદા પ્રથા મતલબ  લાલચ અને આકર્ષણથી બચાવ. અશ્લીલતાને કારણે આજે છૂટાછેડાના કેસમાં 70 ટકાનો વધારો થયો છે.
 
આ પછી, ટ્વિટર પર ઘણા લોકોએ આ અંગે કડક પ્રતિક્રિયા આપી હતી. કેટલાક લોકોએ કહ્યું કે, પાકિસ્તાનમાં બળાત્કારની ઘટનાઓને રોકવાને બદલે વડા પ્રધાન પાયાવિહોણા ખુલાસો આપી રહ્યા છે. કેટલાક લોકોએ તેને પાકિસ્તાન સરકારની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
 
પાકિસ્તાનમાં દરરોજ દુષ્કર્મના 11 કેસ
જિયો ન્યૂઝના સત્તાવાર આંકડા મુજબ પાકિસ્તાનમાં દરરોજ બળાત્કારના 11 કેસ બને છે. છ વર્ષમાં 22 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં ફક્ત 77 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે.