જાપાન ભૂકંપ : 7.2ની તીવ્રતાના ધરતીકંપ બાદ સુનામીની ચેતવણી
જાપાનમાં રાજધાની ટોક્યો સહિતના પ્રાંતોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
સમાચાર એજન્સી એએફપી જાપાનના હવામાન વિભાગને ટાંકીને લખે છે કે જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જે બાદ એક મીટર ઊંચા સમુદ્રી મોજાં કાંઠે ટકરાયા હતા. મિયાગીમાં જાપાનનો એક પરમાણુ પાવર પ્લાન્ટ પણ છે. સુનામથી તેને નુકસાન પહોંચે તેવી શક્યતા જોવાઈ રહી છે.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૂર્વી તટની પાસે 60 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું છે. સ્થાનિક પ્રશાસનના લોકોને ઊંચી જગ્યાએ જવાનો આગ્રહ કર્યો છે.