1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 18 માર્ચ 2021 (23:15 IST)

શા માટે Peepalને પૂજવાથી શાંત થઈ જાય છે શનિ, જાણો ...

કહેવાય છે કે પીપળના ઝાડની પૂજા કરવું અને તેને પરિક્રમા કરવાથી શનિની વ્યથા  ખમવી નહી પડે. જે ઝાડ ભગવાન શનિને નિગળી ગયું આખેર શનિદેવ તેના પર કેવીરીતે મહેરબાન થયા.  કથાઓની માનીએ તો પીપળને ભગવાન શનિનુ વરદાન મળ્યું હતું. જાણો પીપળના ઝાડને કેવી રીતે મળી ગયું શનિનું વરદાન 
 
રાક્ષસ બની રહ્યા હતા ઋષિ મુનિ યજ્ઞમાં મુશ્કેલી 
 
કથાઓની માનીએ તો અગસ્ત્ય ઋષિ દક્ષિણ દિશામાં તેમના શિષ્યોની સાથે ગોમતી નદીના કાંઠે ગયા અને સત્રયાગની દીક્ષા લઈને એક વર્ષ સુધી યજ્ઞ કરતા રહ્યા. તે સમયે સ્વર્ગ પર રાક્ષસનો રાજ હતું. 
 
રાક્ષસોએ બદલ્યું રૂપ 
 
કૈટભ નામનો રાક્ષસએ પીપળના ઝાડના રૂપ લઈ યજ્ઞમાં બ્રાહ્મણોને પરેશાન શરૂ કરી દીધું અને બ્રાહ્મણને મારીને ખાઈ જતું હતું. જેમજ  કોઈ બ્રાહ્મણ પીપળના ઝાડની 
 ડાળી કે પાંદડા તોડવા જતા તો રાક્ષસ તેમને ખાઈ જતું . 
 
દિવસભરમાં તેમની સંખ્યા ઓછી થતા જોઈ ઋષિ મુનિ મદદ માટે શનિ પાસે ગયા. ત્યારબાદ શનિ બ્રાહ્મણના રૂપ લઈ પીપળના ઝાડ પાસે ગયા. ત્યાં ઝાડ બનેલું રાક્ષસ શનિને સાધારણ બ્રાહ્મણ સમજીને ખાઈ ગયું. ત્યારબાદ ભગવાન શનિ તેમનું પેટ ફાડીને બહાર નિકળ્યા અને તેનું અંત કર્યું. 
 
પ્રસન્ન થઈને વરદાન આપ્યું 
રાક્ષસનો અંત થવાથી પ્રસન્ન ઋષિ મુનિએ શનિને બહુ આશીર્વાદ આપ્યું. શનિ પણ પ્રસન્ન થઈને કહ્યું કે શનિવારના દિવસે જે પણ પીપળના ઝાડને સ્પર્શ કરશે, તેના બધા કાર્ય પૂરા થશે. તેમજ હે પણ માણસ આ ઝાડ પાસે સ્નાન, ધ્યાન, હવન અને પૂજા કરશે, તેને મારી વ્યથા ક્યારે પણ ખમવી નહી પડશે.