સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (17:28 IST)

પાણી પુરવઠા વિભાગમાં 15 અને ડિઝાસ્ટર વિભાગમાં 38 જગ્યા ખાલી, રાજ્ય સરકારે કર્યો સ્વિકાર

કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના પ્રશ્નના લેખિત જવાબમાં પાણીપુરવઠા મંત્રીએ સ્વીકાર કર્યો કે 42 ના મંજૂર થયેલ મહેકમમાંથી નાયબ કાર્ય પાલક ઇજનેરની 3, સ્ટેનોગ્રાફર grade-1 અંગ્રેજી -1, સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ ગુજરાતી -2, સેકશન અધિકારી 1, નાયબ સેક્શન અધિકારી-5, ઓફિસ આસિસ્ટન્ટ-3 જગ્યાઓ ખાલી છે.
 
પટાવાળાની જગ્યા રદ કરવા બાદ આઉટસોર્સિંગથી ખાનગી એજન્સી પાસેથી કરાર આધારે 3 સેવક લેવામાં આવ્યા છે અને એક ઓફીસ આસિસ્ટન્ટની જગ્યા ફિક્સ પગારથી કરવામાં આવી છે.
 
તો બીજી તરફ ધારાસભ્ય ઋત્વીજ મકવાણાની સવાલનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રીએ લેખીતમાં જવાબ આપ્યો હતો કે રાજ્યના ડિઝાસ્ટર વિભાગમાં ૩૧ ડિસેમેબર ૨૦૨૦ની સ્થિતિએ ૩૮ જગ્યાઓ ખાલી છે. કુલ ૨૦૫ જગ્યા મંજુર થઇ હતી તેની સામે ૧૬૭ જગ્યાઓ ભરી છે જ્યારે અને ૩૮ જગ્યા ખાલી છે. ભરાયેલી ૧૬૭ જગ્યાઓ પૈકી ૬૯ જગ્યાઓ હંગામી ધોરણે અને આઉટ સોર્સીંગથી ભરવામાં આવી છે. 
 
પ્યુન કમ ડ્રાઇવર ,ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફીસર ,પ્રોજેક્ટ ઓફીસર , ફિલ્ડ એન્જીનીયર, સેક્ટર મેનેજર અને પીએસીઇઓ સહિતની જગ્યાએ આઉટ સોર્સીંગ થી ભરવામાં આવી છે.