શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (22:08 IST)

મોરબીમાં બકરાની બલિ ચઢાવતો વીડિયો થયો વાયરલ

આજના આધુનિક સમયમાં પણ લોકો બલિ જેવી માન્યતાઓ પર વિશ્વાસ કરવાની વાત પર વિશ્વાસ કરવો કઠીન થઇ જાય છે. એવામાં એક લગ્ન પ્રસંગમાં માતાજીને ખુશ કરવાના નામે માસૂમ જાનવરોની બલિ આપવાનો મામલો સામે આવ્યો છે. જોકે મોરબીમાં થઇ રહેલા એક કાર્યક્રમ દરમિયાન માતાજીને પ્રસન્ન કરવામ આટે એક બકરાની બલિ ચઢાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદથી પશુ પ્રેમીઓમાં હડકંપ મચી ગયો છે. તો બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે પણ કેસ મામલા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી. 
 
તમને જણાવી દઇએ કે વાયરલ થઇ રહ્યો છે કે આ વીડિયોમાં ત્રણ સરદાર જી પોત-પોતાના હાથમાં તલવાર લઇને બકરનું માથું વાઢતાં જોવા મળે છે. આ મામલે વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ કમલેશ બોરિચા પશુ સેવા કરનાર ચેતનભાઇ અને જીતુભાઇ ચાવડાને સંપર્ક કર્યું. વીડિયોની તપાસ કર્યા બાદ ખબર પડી કે આ વીડિયો મોરબીનો છે. ત્યારબાદ પોલીસમાં તેના વિશે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
 
કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી ફિરોજભાઇએ જણાવ્યું કે કેસમાં તપાસ કરતાં ખબર પડી કે 3 તારીખને જીતસિંહના ઘર લગ્નનો માહોલ હતો. આ લગ્ન દરમિયાન યુવરાજસિંહ, અમરસિંહ અને સનીસિંહમાં એક પ્રથા દરમિયાન ત્રણેય બકરાનું કલમ કરી દીધા. જોકે આરોપીઓ ધરપકડ નથી પર પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે.