સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (11:08 IST)

અમદાવાદમાં સી પ્લેન માટે મેઈન્ટેનેન્સની વ્યવસ્થા નહીં હોવાથી ત્રણ મહિનામાં બે વખત સર્વિસ માટે માલદીવ મોકલવું પડ્યું

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયામાં સ્ટેટયુ ઓફ યુનિટી વચ્ચેની સી પ્લેન સર્વિસ ફરી એક વખત થોડા સમય માટે બંધ કરવામાં આવી છે. સી પ્લેન એરક્રાફ્ટને એક મહિનામાં બાદ ફરી વખત મેઇન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલવુ પડયુ છે, જેના કારણે હાલમાં સી પ્લેનની ઉડાન થોડા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્વનું એ  છે કે, સી પ્લેનની અમદાવાદમાં મેઇન્ટેનન્સની વ્યવસ્થા નહીં હોવાથી ત્રણ મહિનામાં બે વખત માલદીવ સર્વિસ માટે મોકલવુ પડયુ છે.
 
PM મોદીના હસ્તે 31 ઓક્ટોબરે સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રની ઉડાન યોજના હેઠળ સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન ગત વર્ષે 31 ઓક્ટોબરના સરદાર પટેલ જ્યંતિ નિમિત્તે કરવામાં આવ્યુ હતુ. 28 દિવસ બાદ મેઇન્ટેન્ટસ ખાતે પરત માલદિવ્સ ખાતે મોકલાતા તમામ ઓપરેશન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. મેઇન્ટેનન્સમાંથી પરત આ એરક્રાફ્ટ  આવ્યા બાદ 27 ડિસેમ્બરથી આ સર્વિસ ફરી શરૃ કરવામાં આવી હતી.
 
જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં સી પ્લેન સર્વિસ ફરી શરુ થઈ હતી  
 
સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા સ્પાઇસ શટલ સી પ્લેન ટ્વીન ઓટ્ટર 300 સિરિઝનું 19 સીટર બીચ એરક્રાફ્ટ જે માલદિવિયન કંપનીના નામથી રજિસ્ટર્ડ છે. 50 વર્ષ જૂના એરક્રાફ્ટને કેન્દ્ર સરકારે લીઝ કોન્ટ્રાક્ટ પર લીધેલુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા લોકોને આકર્ષવા શરૃ કરાયેલી સેવા સી પ્લેન સવસને 28 દિવસ બાદ એટલે કે અનિશ્ચિત મુદ માટે બંધ કરાયા બાદ નવેમ્બરમાં મેઇન્ટેનન્સ ખાતે મોકલવામાં આવ્યુ હતુ.  આમ મહિના સુધી ઉડાન બંધ રહ્યા બાદ ડિસેમ્બરના અંતમાં પણ સી પ્લેન પરત આવી ન શકતા પહેલી જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં નવા શેડયુલ મુજબ સવારે-બપોરે એમ બે વખત સર્વિસ શરૃ કરવામાં આવી હતી. 
 
ફેબ્રુઆરીમાં ફરીવાર મેઇનન્ટેન્સ માટે માલદીવ મોકલાયું
 
દરમિયાન 14 -15 જાન્યુ ઉત્તરાયણના તહેવારમાં બે દિવસ સી પ્લેન સેવા બંધ રહી હતી. મહિના બાદ ફેબ્રુઆરીમાં ફરીથી મેઇનન્ટેન્સ માટે માલદીવ ખાતે મોકલાતા ટૂંક સમય માટે આ સેવા બંધ કરી દેવામાં આવી છે જેનું સિસ્ટમ પર બુકીંગ ઉપલબ્ધ નથી. આ અંગે સ્પાઇસજેટના પ્રવકતાએ જણાવ્યુ કે 'સી પ્લેનને મેઇનટેન્સ માટે માલ્દીવ ખાતે લઇ જવાયુ છે. મુસાફરો માટે  ટૂંક સમયમાં પુનઃ શરૃ કરી દેવામાં આવશે.
 
દર સપ્તાહે મેઇન્ટેનન્સ જરૂરી હોય છે
 
લોકો માટે 1 નવેમ્બરથી સી પ્લેનનું સત્તાવાર સંચાલન શરૂ કરાયું હતું. જો કે સંચાલન શરૂ થયા બાદ પ્રથમ સપ્તાહમાં જ મેન્ટેનન્સ માટે બે દિવસ માટે ફ્લાઈટ ગ્રાઉન્ડેડ કરી દેવાઇ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ સી-પ્લેન પાણીમાં સતત ઉડાન ભરતું હોવાથી દર સપ્તાહે તેનું પ્રાથમિક મેન્ટેનન્સ જરૂરી છે. જ્યારે મહિનામાં એકવાર સંપૂર્ણ એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. જેના માટે આ એરક્રાફ્ટ માલદીવ મોકલવામાં આવે છે.