શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :દૌસા. , શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (17:54 IST)

લેડીઝ ટોયલેટમાં ઘુસેલા મંત્રીનો વીડિયો થયો વાયરલ, સોશિયલ મીડિયા પર ઉડી રહી છે મજાક

રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી પરસાદી લાલ મીણાનો એક વીડિયો ગુરૂવારે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉદ્યોગ મંત્રી પરસાદી લાલ મીણા એક મહિલા શૌચાલયનો ઉપયોગ કરતા બહાર નીકળી રહ્યા છે. એટલુ જ નહી જેવા જ મંત્રી પરસાદી લાલ મીણા ટૉયલેટનો યુઝ કરીને બહાર આવે છે તો ટૉયલેટની અંદર એક મહિલા પણ જોવા મળે છે. 

 
મહિલા ટોયલેટનો ઉપયોગ કરતા કેબિનેટ મંત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સાથે જ આ વાયરલ વીડિયો દ્વારા ઉદ્યોગ મંત્રી પરસાદી લાલ મીણાની પણ મજાક ઉડાવી રહ્યા છે.  આ વીડિયોની હાલ ચોખવટ થઈ નથી. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આ દૌસાના લાલસોટનો બતાવાય રહ્યો છે.