શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By

Shivaji Jayanti 2023: કેમ ઉજવાય છે છત્રપતિ શિવાજી મહારાજ જયંતી ? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

friendship day
ભારતમાં ભાગ્યે જ એવા લોકો હશે જે છત્રપતિ શિવાજી મહારાજને જાણતા ન હોય. તે દેશના શૌર્યપુત્રોમાંનો એક હતો, જેને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારતીય પ્રજાસત્તાકના મહાન જનરલ. વર્ષ 1674 માં, તેમણે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. તેમણે ઘણા વર્ષો સુધી મોગલો સામે લડ્યા હતા અને તેમને ધૂળ ચડાવી હતી. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 ના રોજ મરાઠા પરિવારમાં થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ તેમના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 19 ફેબ્રુઆરીએ ભારતમાં ઉજવવામાં આવે છે. આ વર્ષ આ મહાન મરાઠાની 391 મી જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ દિવસને રાજ્યમાં જાહેર રજા જાહેર કરી છે.
 
છત્રપતિ શિવાજી મહારાજ તેમની અદ્ભુત બુદ્ધિબળ  માટે જાણીતા હતા. તેઓ પહેલા ભારતીય શાસકોમાંના એક હતા, જેમણે મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની રક્ષા માટે  નૌકાદળની કલ્પના રજૂ કરી હોવાનું કહેવાય છે. આ સિવાય સૌથી ખાસ વાત એ છે કે તેમણે પોતાની બટાલિયનમાં ઘણા મુસ્લિમ સૈનિકોની પણ નિમણૂક  કરી હતી.
 
છત્રપતિ શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું. 1674 માં તેમને ઔપચારિક રીતે મરાઠા કે છત્રપતિ સામ્રાજ્યના સમ્રાટના રૂપમાં તાજ પહેરાવવામાં આવ્યો. તે સમયે ફારસી ભાષાનો ખૂબ ઉપયોગ થતો હોવાથી શિવાજી મહારાજે કોર્ટ અને વહીવટી તંત્રમાં મરાઠી અને સંસ્કૃત ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યુ હતુ. 
 
છત્રપતિ શિવાજી મહારાજ જયંતિનો ઇતિહાસ
 
છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણી  1870 પૂણેમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે જ પુણેથી લગભગ 100 કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી.  પાછળથી, સ્વાતંત્ર્ય સેનાની બાળ ગંગાધર તિલકે જયંતિની ઉજવણીની પરંપરા આગળ ધપાવી અને તેમના યોગદાનને પ્રકાશિત કરતાં શિવાજી મહારાજની છબીને વધુ લોકપ્રિય બનાવી.  તેમણે જ બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઉભા રહીને શિવાજી મહારાજ જયંતિના માધ્યમથી  સ્વતંત્રતા આંદોલન દરમિયાન લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.  તેમનું બહાદુરી અને યોગદાન હંમેશાં લોકોને હિંમત આપે છે, તેથી જ દર વર્ષે આ  જયંતિ ઉજવવામાં આવે છે.
 
છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ પર શું થાય છે?
 
લોકો શિવાજી મહારાજના માનમાં ઘણાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને શોભાયાત્રા કાઢે  છે. શિવાજી મહારાજના જીવનને દર્શાવતી નાટકો પણ વિવિધ સ્થળોએ યોજવામાં આવે છે. સરકારી અધિકારીઓ તેમના જીવન અને આધુનિક ભારતમાં તેમની સુસંગતતા વિશે ભાષણો આપે છે. મહારાષ્ટ્રના લોકો તેમને પોતાનુ ગૌરવ અને સન્માન માને છે.