રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 7 જૂન 2022 (10:05 IST)

World Food Safety Day 2022: જાણો શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે, શું છે તેનો ઈતિહાસ અને મહત્વ?

દર વર્ષે 7 જૂનના રોજ 'વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે' એટલે કે 'વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે' સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ખાદ્ય સુરક્ષા વિશે જાગૃત કરવાનો છે. જે ખરાબ ભોજનનું સેવન કરવાના કારણે ગંભીર રોગથી પીડાય છે. આ સાથે જ ખાતરી કરવાની છે કે દરેક વ્યક્તિને પર્યાપ્ત પ્રમાણમાં સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળી શકે. 
 
આ વર્ષ માટેની થીમ :
 
દર વર્ષે આ દિવસ માટે એક થીમ એટલે કે વિષય નક્કી કરવામાં આવે છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા માટે આ વર્ષ એટલે કે વર્ષ 2021ની થીમ નક્કી કરવામાં આવી છે 'સ્વસ્થ કાલ માટે આજનું સુરક્ષિત ભોજન.' ('Safe food today for a healthy tomorrow'). આ માટે એક અભિયાન પણ શરૂ કર્યું છે, જેથી વૈશ્વિક ભાગીદારીને પ્રોત્સાહન આપી શકાય.
 
World Food Safety Day નો મહત્વ 
WHO ના રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે દર 10 માંથી એક વ્યક્તિ વાર્ષિક ખોરાકજન્ય (Foodborne Diseases)રોગોથી પીડાય છે. જ્યારે સલામત ખોરાક સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, ત્યારે અસુરક્ષિત ખોરાક વિવિધ રોગો તરફ દોરી શકે છે.
 
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ :
આ દિવસ ખાદ્ય સુરક્ષા પ્રત્યે લોકોને જગરૂત કરે છે અને આ દિવસને મનાવવાની જાહેરાત ડિસેમ્બર 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ખાદ્ય અને કૃષિ સંગઠનના સહયોગથી કરવામાં આવી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમન ખાદ્ય અને કૃષિ સંગઠન આ ક્ષેત્રથી સંબંધિત અન્ય સંગઠનોના સહયોગથી વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવા માટે મળીને કામ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સભાએ વિશ્વમાં અયોગ્ય આહાર દ્વારા થતી બીમારીઓની સમસ્યાઓને ઓછી કરવા માટે ખાદ્ય સુરક્ષાની દિશામાં પ્રયત્નોને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે.