1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 9 ઑક્ટોબર 2021 (16:48 IST)

પીએમ ફ્રેડરિકસેને મોદીને આખી દુનિયા માટે બતાવ્યા પ્રેરણા સ્ત્રોત, ડેનમાર્કને પણ આવવાનુ આપ્યુ આમંત્રણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  અને ડેનમાર્કની પીએમ મેટે ફ્રેડરિકસેન વચ્ચે શનિવારે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય  વાતચીત કરવામા આવી.  આ બેઠકમાં 'ગ્રીન સ્ટ્રેટેજિક એલાયન્સ' ક્ષેત્રે પ્રગતિની સમીક્ષા કરવા ઉપરાંત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંને દેશોએ પાણી, ગ્રીન ઈંધણ, આરોગ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સાથે કામ કરવા સંમત થયા. બંને દેશો વચ્ચે કોરોના મહામારીની હાલની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.મિટિંગ પૂરી થયા બાદ બંને દેશો વચ્ચે કરારોની આપલે પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ભલે આજે અમારી બેઠક પ્રથમ રૂબરૂ  મુલાકાત હતી,  પરંતુ કોરોના સમયગાળા દરમિયાન પણ ભારત અને ડેનમાર્ક વચ્ચે સંપર્ક અને સહયોગની ગતિ જાળવી રાખવામાં આવી હતી. બીજી બાજુ  ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિકસેન  કહ્યું કે પીએમ મોદી બાકીના વિશ્વ માટે પ્રેરણા છે કારણ કે તમે 10 લાખથી વધુ ઘરોમાં સ્વચ્છ પાણી અને નવીકરણીય ઉર્જા માટે કેટલાક મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કર્યા છે. મને ગર્વ છે કે તમે યાત્રા માટે મારું આમંત્રણ સ્વીકાર્યું છે.
 
પીએમ મોદી સાથે સંયુક્ત નિવેદન બહાર પાડતી વખતે ફ્રેડરિક્સને કહ્યું કે તમે 10 લાખથી વધુ ઘરોમાં શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યો છે. તમે બાકીના વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત છો. ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડ્રિકસન 9 થી 11 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે છે