જવાદ વાવાઝોડું : બંગાળની ખાડીમાં બનશે ફરીથી ચેતવણી જારી કરાઈ

gujarat cyclone
Last Modified રવિવાર, 10 ઑક્ટોબર 2021 (15:11 IST)

બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની સંભાવના છે. આગામી સપ્તાહમાં ફરીથી એક ચક્રવાત જોવા મળી શકે છે.
અગાઉ સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં ગુલાબ વાવાઝોડું સર્જાયું હતું, જે ભારતના પૂર્વ તટે ટકરાયા બાદ ભારતના ભૂમધ્ય ભાગ પરથી પસાર થઈને અરબ સાગરમાં ફરીથી ચક્રવાત શાહીન તરીકે સક્રિય થયું હતું.


બંગાળની ખાડીમાં 13 ઑક્ટોબરની આસપાસ વાવાઝોડું સર્જાવાની સંભાવના છે અને બાદમાં 48 કલાક દરમિયાન આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે.

નવા વાવાઝોડાનું નામ 'જવાદ' હશે, આ નામ સાઉદી આરબ દ્વારા સૂચવવામાં આવ્યું છે. વાવાઝોડાની આવશ્યકતાઓને પહોંચી વળવા ચેતવણી જારી કરવામાં આવી છે


આ પણ વાંચો :