ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (12:39 IST)

ગુજરાત ઉપરથી સંભવિત શાહીન વાવાઝોડાનો ખતરો આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ

વાવાઝોડા ગુલાબનાક આરણે બનેલા દબાણનું ક્ષેત્ર અત્યારે ગુજરાત તટ, પૂર્વોત્તર અરબ સાગરમાં છે. આ દરમિયાન આઇએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામણિનું કહેવું છે કે આ 30 સ્પટેમ્બર સુધી ડિપ્રેશનમાં બદલાઇ જશે. સાથે જ 1 ઓક્ટોબરથી 'શહીન' નામનું એક ચક્રવાત બની જશે. આ સાથે જ આઇએમડીએ માછીમારો માટે ચેતાવણી જાહેર કરી છે કે તે 3 ઓક્ટોબર સુધી ઉત્તર, તેને અડીને આવેલા મધ્ય અરબ સાગર, ગુજરાત અને ઉત્તરી મહારાષ્ટ્રના દરિયાકિનારે ન જાય. 
 
હાલ જે જાણકારી સામે આવી છે તેના અનુસાર હાલ વાવાઝોડું દ્વારકાથી 50 કીમી દૂર છે. આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને પાકિસ્તાન તરફ ફંટાઇ જશે. 
સંભવિત વાવાઝોડું શાહીન પાકિસ્તાન તરફ ફંટાશે અને તકેદારી ના ભાગરૂપે ભારતીય કોસ્ટ ગાર્ડ એલર્ટ પર છે. કોસ્ટગાર્ડની 6 રેસ્ક્યુ ટીમ સ્થાનિક વહીવટી તંત્રની મદદ માટે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 675 બોટને બંદરે પરત લાવી દેવાઈ છે. વિવિધ હેતુ માટેના 29 નાના મોટા જહાજ અને બોટ તૈયાર રાખવામાં આવી છે. 
 
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારો ને દરિયા કિનારે પરત લવાયા છે. 675 માછીમારો ની બોટ પરત લાવવામાં આવી છે. રિલીફ માટે કોસ્ટગાર્ડ ની 6 ટિમો કામે જોડાઈ ગઇ છે. ગુલાબ વાવાઝોડું અરબી સમુદ્ર તરફ ફંટાઇ શાહીન સ્વરૂપે અસર કરી રહ્યુ હોય રાજયના કેટલાક હિસ્સાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. આ વાતાવરણમાં કેટલાક વિસ્તારો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
સાવચેતીના ભાગરુપે અગમચેતીના પગલાઓ ભરી તા.૨૯ સપ્ટેમ્બર-૨૦૨૧ને બુધવારના રોજ ૬ બટાલિયન વડોદરા (જરોદ)ની એનડીઆરએફની ૧૪ ટીમ ગુજરાતમાં વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. જેમાં સુરત,નવસારી, વલસાડ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પાટણ અને ખેડા ખાતે એનડીઆરએફની એક-એક  ટીમ તૈનાત છે.
 
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વધુ વરસાદની સ્થિતિ સર્જાય તે સમયે કામગીરી માટે, હેડક્વાર્ટર વડોદરા (જરોદ) ખાતે એનડીઆરએફની ત્રણ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.