ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (15:52 IST)

શાહીન વાવાઝોડાને IMDએ અલર્ટ જાહેર કર્યું છે, ગુજરાત સહિતનાં રાજ્યોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં ઉભું થયેલું ગુલાબ વાવાઝોડું ડીપ્રેશન બનીને ગુજરાત થઈને અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને તે દરિયામાં પહોંચતા ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે, આમ થવાથી આજે નવું વાવાઝોડું શાહીન આકાર લેશે જેના લીધે ગુજરાતમાં કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને અન્ય કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ એટલે કે 1 અને 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી છે, જ્યારે તે પછી ભારે વરસાદની કોઈ આગાહી નથી. 1 ઓક્ટોબરના રોજ રાજ્યના કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે રોજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દીવ અને દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી હળવો વરસાદ થઈ શકે છે. 2 ઓક્ટોબરના રોજ કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારાકામાં ભારે વરસાદ થઈ શકે છે. જે પછી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ સિવાય કોઈ મોટી આગાહી કરવામાં નથી આવી.