સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 ઑક્ટોબર 2021 (13:27 IST)

શિવાંશના કેસમાં લવ ટ્રાઈંગલ સામે આવ્યુ

The mother of the child Shivansh is likely to be from
શિવાંશના કેસમાં લવ ટ્રાઈંગલ સામે આવ્યુ છે. તેની પ્રેમિકાની પણ ઓળખ થઇ ગઇ છે અને તેનુ નામ પણ સામે આવ્યું છે.8 ઓક્ટોરબની રાત્રે ગાંધીનગરના પેથાપુર ગૌશાળા નજીક જ્યારથી શિવાંશ મળી આવ્યો છે ત્યારથી આ ઘટના કૂતહુલ અને ચર્ચાનો વિષય બની ગયો છે.  ઘટના પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં હતા. જેમાંનો મુખ્ય સવાલ છે કે,  આખરે કેમ આવા માસૂમ બાળકને પિતાએ રસ્તે રઝડતો છોડી દીધો?
 
શિવાંસની સમગ્ર આ ઘટના પરથી પડદો ઉંચકતા આખરે પ્રણય ત્રિકોણ સામે આવી છે. આ બાળક સચિનની પ્રેમિકા નામ  મહેંદી હોવાનું સામે આવ્યું છે. અને તે બોપલમાં માસીને ઘરે રહે છે. ટૂંક સમયમાં જ પોલીસ મહેંદીની પણ પૂછપરછ કરી શકે છે. હવે બંનેને ડીએનએની તપાસ કરવામાં આવશે. પોલીસના જણાવ્યાં મુજબ હજું સુધી સચિનની ધરપકડ નથી કરાઇ અને તે પૂછપરછમાં સહયોગ આપી રહ્યો છે.
 
ગાંધીનગરના પેથાપુરમાં બાળક મળવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. દંપતિની પૂછપરછ દરમિયાન પત્નીએ ચોંકાવનારો ખુલાસો કર્યો જેમાં  બાળક અને પતિના પ્રેમ સંબંધને લઈને પત્ની અજાણ હોવાનું સામે આવ્યું છે. પત્ની પોતાના પરિવાર સાથે રાજસ્થાન પિયરમાં પ્રસંગમાં ગઈ છે જ્યારે પતિ સચિન ગાંધીનગરમાં એકલો રહેતો હતો. પોલીસ તપાસમાં બાળક સચિન દિક્ષીતની પત્નીનું ન હોવાનું સામે આવ્યું છે.