સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (10:50 IST)

Jivantika Vrat 2023- જીવંતિકા માં વ્રત કયારે છે ? પૂજા કેવી રીતે કરવી ? શુ ના કરવુ ?

jivantika
Jivantika Vrat - આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરી શકાય છે. સંજોગો વસાત પ્રથમ  શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે.  
 
આ વર્ષે ગુજરાતીઓનો શ્રાવણ માસ 29 જુલાઈ શુક્રવારથી શરૂ થઈ રહ્યા છે. એટલે કે શ્રાવણ ના પ્રથમ દિવસેથી જ જીવંતિકા માં વ્રતની શરૂઆત થઈ રહી છે. એવુ કહેવાય છે કે જીવંતિકા વ્રત કરનારના સંતાન પર માતાની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુ થાય છે. લાલ રંગના વસ્ત્રો પહેરવા. 
 
પૂજા કેવી રીતે કરવી 
- પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, 
- ત્યારપછી અબીલ-ગુલાલ પુષ્પોથી પૂજા કરવી.
- સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી.
- કથા પુરી થયા પછી પાંચ દીવેટોના દીવાથી આરતી ઉતારવી. 
- ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો 
- સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી
 
શું ન કરવુ 
- પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો. 
- પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં. 
- જૂઠું ન બોલવું. 
- કોઈની નિંદા ન કરવી