ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

Kiara-Sidharth Wedding Venue: આ મહીનામાં ચંડીગઢના આ રિસોર્ટમાં આ દિવસે લેશે સાત ફેરા

Kiara advani Sidharth malhotra Wedding Updates: બૉલીવુડમાં ફરી શહેનાઈ રણકવા જઈ રહી છે, ફરી બે દિલ એક થવા જઈ રહ્યા છે, આ લગ્ન
 
સિઝન ઈન્ડસ્ટ્રીનું પ્રખ્યાત કપલ ​​કાયમ માટે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ કિયારા અને સિદ્ધાર્થની જેઓ હવે ટોક ઓફ ધ ટાઉન છે.
 
Kiara advani Sidharth malhotra News: પાછલા કેટલાક દિવસોથી સમાચાર આવી રહી છે કે કિયારા આડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે અને બધી તૈયારીઓને ચોરીથી કરી રહ્યા છે . ડિસેમ્બરમાં બન્ને વર-વધુ બનશે અને બૉલીવુડના એક વધુ કપલ લગ્ન બંધમાં બંધાઈ જશે. પણ આ બન્નેએ જ આ સમાચાર પર ચુપ છે પણ મીડિયાથી કઈક છુપાયેલો નથી. હવે આ કપલની વેડિંગ અપડેટસમાં એક વધુ ખાસ જાણકારી સંકળાયેલી છે જે તેમના વેડિંગથી સંકળાયેલી છે. 
 
ચંડીગઢમાં અહીં થશે લગ્ન 
જી હા... અત્યાર સુધી ભલે કહેવાઈ રહ્યુ હતુ કે બન્નેના લગ્ન દિલ્હીમાં થશે પણ લેટેસ્ટ અપડેટ છે કે લગ્ન દિલ્હી નહી પણ ચંડીગઢમાં થશે. તે પણ ત્યાંના ફાઈવ સ્ટાર રિસોર્ટમાં.. સમાચાર છે કે અત્યારે કિયારા અને સિદ્ધાર્થ બન્ને જ વેડિંગ વેન્યુ પહોચીને બધુ ફાઈનલ કર્યો છ્હે હવે કપલની પસંદના મુજબ બધી તૈયારીઓ કરાશે. ચંડીગઢના ઓબેરૉય સુખવિલાસ સ્પા રિસોર્ટનો નામ સામે આવ્યો છે. જ્યાં આ કપલ લગ્ન કરી શકે છે. આમ તો તમને જણાવીએ કે અહીંયા જ રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન થયા હતા. 
 
ડિસેમ્બરમાં થશે લગ્ન 
તેમજ વેડિંગ વેન્યુને લઈને તે લેટેસ્ટ અપડેટ આવી ગયા લગ્નની તારીખની વાત કરીએ તો ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં આ કપલ લગ્ન બંધનમાં બંધાઈ શકે છે. તમને જણાવી દઈએ કે બંનેના પ્રેમની શરૂઆત શેરશાહના સેટ પર થઈ હતી અને હવે વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. તેમની વચ્ચે
 
બ્રેકઅપના સમાચાર પણ આવ્યા પરંતુ ટૂંક સમયમાં જ બંનેને અહેસાસ થયો કે તેઓ માત્ર એક બીજા માટે જ બનેલા છે.