શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified બુધવાર, 7 એપ્રિલ 2021 (18:45 IST)

બધા જ ગુજરાતીઓને આ શેમારૂમીનું વચન છે કે, “તૈયાર રહેજો દર અઠવાડિયે નવા ગુજરાતી મનોરંજન માટે!!”

500થી વધુ નાટકો, ફિલ્મો, તથા અનેક ટાઇટલ સાથે ગુજરાતી મનોરંજન માં  હંમેશા અગ્રેસર રહેલ શેમારૂ એન્ટરટેઈનમેન્ટ દ્વારા હવે આ બધુજ તથા ગુજરાતી ભાષાના  52 અઠવાડિયાના નવા જ મનોરંજન સાથે, ફક્ત શેમારૂમી એપ ઉપર  
 
શેમારૂમી વિડિઓ સ્ટ્રીમિંગ એપ જે ઇન્ડિયા ના OTT માર્કેટ નો એક મહત્વ નો ભાગ છે, જે  ભારત ની સૌથી વધારે જોવાતી અને વિક્સતી ગુજરાતી વિડિઓ સ્ટ્રીમિંગ એપ છે, તે આજે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટમાં તેના વિસ્તરણની ઘોષણા કરવા જઈ રહી છે. જે દર અઠવાડિયે નવા મનોરંજન સાથે બહુ જ જલ્દી આવી રહી છે. શેમારૂ એન્ટરટેઈનમેન્ટ  છેલ્લા 15 વર્ષથી દરેક ગુજરાતીઓના ઘરનો એક ભાગ બની ચૂક્યું છે અને ઘણા લાંબા સમયથી તે ગુજરાતીઓને મનોરંજન આપી રહ્યું છે. 
500થી વધુ નાટકો અને ફિલ્મો સાથે આજે દુનિયામાં ગુજરાતી મનોરંજનની સૌથી મોટી લાઈબ્રેરીઝમાંથી એક છે, અને હવે નવા મનોરંજન સાથે દરેક ગુજરાતીને આકર્ષવા શેમારૂમીએ મોટા પાયે કામગીરી શરૂ પણ કરી દીધી છે અને આશા છે કે દરેક ગુજરાતીઓ તેને સહર્ષ આવકારશે. શેમારૂમીનો હેતુ ગુજરાતી પરિવારના તમામ સભ્યોને એકસાથે લાવીને તમામને પસંદ પડે તેવું મનોરંજન પ્રદાન કરવાનો છે. 
આ સાથે દર્શકોને અહીં ગુજરાતી રંગમંચ તથા સિનેમાના લોકપ્રિય નામો જેવા કે સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા, સરિતા જોષી, મલ્હાર ઠાકર ઉપરાંત બીજા ઘણા બધા સિતારાઓ એકસાથે જોવા મળશે. શેમારૂ એ હંમેશા સ્થાનિક ગુજરાતી પ્રતિભાને મહત્વ આપ્યું છે અને શેમારૂમી આવનારા સમયમાં તેને વધુ મહત્વ આપવા જઈ રહ્યું છે.
 શેમારૂના ગુજરાતી નાટકોની DVD, જે આઈડિયા ખુબ જ લોકપ્રિય થયો હતો અને તે તમામ નાટકો લગભગ દરેક ગુજરાતીઓના ઘર સુધી પહોંચી ગયા હતા. રંગમંચની સૌથી જૂની શૈલી એટલે આપણા ગુજરાતી નાટકો, જે હાલમાં સૌથી વધારે નાટકો ધરાવતી એપ્સમાંથી એક શેમારૂમી છે. આથી શેમારુમી માત્ર એક એપ જ નથી પરંતુ તે ગુજરાતી મનોરંજનનો ખજાનો છે. શેમારૂ એન્ટરટેઇન્મેન્ટનું મૂળ ગુજરાતી છે અને શેમારૂ એન્ટરટેઇન્મેન્ટે મનોરંજન ક્ષેત્રમાં હંમેશા એક લીડર તરીકે અગ્રેસર રહી ને પોતાની વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે. જેના પરિણામે આજે સૌથી વધુ ગુજરાતી યુવાન વર્ગ પોતાની માતૃભાષા માં ગુજરાતી મનોરંજન આજ એપ ઉપર માંણી રહ્યા છે. 
આ ઉપરાંત હવે ઓરિજિનલ વેબ સિરીઝ, ડિજિટલ ફર્સ્ટ અને બ્લોકબસ્ટર ફિલ્મો, ઘણા બધા નાટકો સાથે દર અઠવાડિયે નવા મનોરંજનના વચન સાથે તે ગુજરાતી પ્રેક્ષકોને જોડશે અને તેમને સ્ક્રીન સામે જકડી રાખશે. શેમારૂના અવિરત રિસર્ચના પરિણામ સ્વરૂપ દર્શકોને ક્યારેય ન નિહાળ્યું હોય અને ક્યારેય ન અનુભવ કર્યો હોય તેવું મનોરંજન મળશે. આ દિશામાં પોતાનું પહેલું પગલું ભરતાં, શેમારૂમી તેની ડિજિટલ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ રજુ કરશે જે શેમારૂમીની એપ પર રીલિઝ થશે.
શેમારૂ એન્ટરટેઈન્મેન્ટ લિના સીઇઓ, શ્રી હિરેન ગડાએ કહ્યું હતું કે, "એક ગુજરાતી તરીકે મને હંમેશા મારી માતૃભાષા સાથે જોડાણ રહ્યું છે. મેં અને મારી ટીમે હંમેશા ગુજરાતી મનોરંજન માટે છેલ્લા 15 વર્ષોથી અવિરતપણે કામ કર્યુ છે તથા આવનારા સમય દરમ્યાન ગુજરાતી મનોરંજનના ક્ષેત્રમાં અમે કશુંક એવું કરવા જઈ રહ્યા છીએ જે દર અઠવાડિયે દરેક ગુજરાતી પરિવારને સાથે બેસીને ગુજરાતી મનોરંજન જોતા કરી દેશે."
શેમારૂમી દર્શકો માટે બધા જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જેવા કે એમેઝોન ફાયર ટીવી સ્ટીક, ગુગલ પ્લેસ્ટોર, એપલ એપસ્ટોર ક્લાઉડ, વૉકર ટીવી, એમઆઈ ટીવી, રોકુ, જીઓ એપ અને અન્ય વિવિધ પ્લેટફોર્મ્સ. ઉપયોગકર્તાઓ ગુજરાતી ભાષામાં એપને ડાઉનલોડ કરી પોતાની માતૃભાષામાં મનોરંજનનો આનંદ વ્યક્તિગત રીતે લઈ શકશે.