ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : સોમવાર, 21 ઑક્ટોબર 2019 (17:16 IST)

પુષ્ય નક્ષત્રના શુભ અવસર પર ભૂલીને પણ ન કરવું આ 3 કામ, થઈ જશે ધનહાનિ

પુષ્ય નક્ષત્ર બધા નક્ષત્રમાં સૌથી શુભ ગણાય છે. પણ જેમકે દરેક સિક્કાના બે પહલૂ હોય છે આમ પણ આ દિવસે પણ કેટલાક કાર્યને કરવું શુભ ગણાય છે. આવો જાણીએ, દિવાળીથી પહેલા પુષ્ય નક્ષત્ર પર કયા 3 કાર્ય છે જેને આ દિવસે નહી કરવું જોઈએ. 
1. વિદ્ધાનોનું મત છે કે આ દિવસે લગ્ન નહી કરવું જોઈએ. કારણકે પુષ્ય નક્ષત્રના દિવસે ભગવાન બ્રહ્માને શ્રાપ મળ્યું હતું તેથી આ નક્ષત્ર લગ્ન માટે ખરાબ ગણાય છે. 
 
2. પુષ્ય નક્ષત્ર જો બુધવારે અને શુક્રવારે પડી રહ્યું છે તો આ ઉત્પાતકારી ગણાય છે. તેથી આ દિવસે ન કોઈ વસ્તુ ખરીદવી અને ના કોઈ શુભ કાર્ય કરવું. 
 
3. ચિંતામણી નક્ષત્ર પ્રકરણ ગ્રંથના શ્લોક 10ના મુજબ કહ્યું છે કે પુષ્ય, પુનર્વસુ અને રોહિણી આ ત્રણ નક્ષત્રમાં મહિલાએ નવા સ્વર્ણ ઘરેણાં અને નવા કપડા નહી પહેરશે આમ તો પુષ્ય નક્ષત્રમાં સ્વર્ણ ખરીદવું શુભ હોય છે પણ મૂહૂર્ત ફળદાયક નહી ગણાય છે. 
 
21 ઓક્ટોબરને પુષ્ય નક્ષત્રનો સમય બપોરે 1.39 થી 22 ઓક્ટોબરની બપોરે 3.38 સુધી રહેશે. આ વર્ષે દિવાળીથી પહેલા બે દિવસ પુષ્ય નક્ષત્ર થવાથી તેનો મહત્વ વધી જશે. સોમ અને મંગળ નક્ષત્ર ખાસ ફળદાયી હોય છે. સોમવારના દિવસે સોના, ચાંદી, ચોપડી વહી ખાતા અને ધાર્મિક વસ્તુઓ લઈ શકો છો અને મંગળવારે મકાન, સજાવટની વસ્તુઓ, સોફા વાહન વગેરેની ખરીદી કરી શકો છો.