રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : રવિવાર, 20 ઑક્ટોબર 2019 (13:15 IST)

પુષ્ય નક્ષત્રના શુભ મુહુર્ત તેનુ મહત્વ અને તેના કેટલાક ઉપાયો વિશે..

પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલ કામ સંપૂર્ણ રીતે ફળદાયી હોય છે. આ વખતે 31 ઓક્ટોબર બુધવારે પુષ્ય નક્ષત્ર છે. આ દિવસે ખરીદી ભૂમિ પૂજન લેવડ દેવડ કરવી શુભ માનવામાં આવે છે. આ 28 નક્ષત્રોમાં 8મુ નક્ષત્ર છે અને 12 રાશિયોમાં એકમાત્ર કર્ક રાશિનો 
 
સ્વામી ચંદ્રમાં છે. પુષ્ય નક્ષત્રના બધા ચરણો દરમિયાન ચંદ્રમા અન્ય કોઈ રાશિનો સ્વામી નથી. તેથી પુષ્ય નક્ષત્રને સુખ શાંતિ અને ધન સંપત્તિ માટે અત્યંત પવિત્ર 
 
માનવામાં આવે છે.  પુષ્ય નક્ષત્ર બધા નક્ષત્રોનો રાજા છે. 
 
પુષ્ય નક્ષત્ર 21 ઓક્ટોબરના રોજ સાંજે 5.33 વાગ્યે શરૂ થઈને 22 ઓક્ટોબર મંગળવારે સાંજે 4.40 વાગ્યા સુધી છે.
પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવી શુભ ફળદાયક છે. લોકો આ દિવસે એટલા માટે સોનુ ખરીદે છે કારણ કે સોનુ એક શુદ્ધ પવિત્ર અને અક્ષય ધાતુના રૂપમાં 
 
ઓળખય છે. આ નક્ષત્ર સ્વાસ્થ્ય માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. પુષ્ય નક્ષત્ર પર શુભ ગ્રહોનો પ્રભાવ થતા આ આરોગ્ય સંબંધી બધી સમસ્યાઓને સમાપ્ત 
 
કરવામાં સક્ષમ હોય છે. 
 
પુષ્ય નક્ષત્ર વિશે શાસ્ત્રોમાં એક શ્લોક છે 
સિધ્યંતિ અસ્મિન સર્વાણિ કાર્યાણિ સિધ્ય 
પુષ્યંતિ અસ્મિન સર્વાણિ કાર્યાણિ ઈતિ પુષ્ય 
અર્થાત પુષ્ય નક્ષત્રમાં શરૂ કરવામાં આવેલ બધા કાર્ય પુષ્ટિદાયક સર્વથા સિદ્ધ થાય જ છે.  ચોક્કસ જ ફળદાયક હોય છે.  તેથી આખુ  વર્ષ પુરો ફાયદો થાય છે. 
આખુ વર્ષ ફાયદો મેળવવા માંગો છો તો પુષ્ય નક્ષત્રમાં કરો આ ઉપાય 
 
- મંગળવારે સાંજે સૂર્યાસ્ત પહેલા હનુમાન મંદિરમાં દુર્વા ચઢાવો 
- હનુમાનજીને 2 ગુલાબના ફુલ ચઢાવો અને તેમાથી 1 ફુલ ઘરે લઈ આવો. 
- તિજોરી મુકવાના સ્થાન પર  સ્થાન પર કેસર અને ચંદનથી સ્વસ્તિક બનાવો. સ્વસ્તિક પર પીળા કપડામાં ગણેશજીને ચઢાવેલુ એક ગુલાબ મુકો. 
આવુ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ રહેશે.