શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 14 ઑક્ટોબર 2019 (15:40 IST)

આજથી દિવાળી સુધી 11 વિશેષ યોગ, 21 અને 22 તારીખે પુષ્ય નક્ષત્ર

ધનની દેવી લક્ષ્મી-ગણેશજીનુ પૂજન આ વખતે દિવાળીમાં 27 ઓક્ટોબરના રોજ રાજયોગ વચ્ચે કરવામાં આવશે.  આ પહેલા દિવાળીની ખરીદી અને લક્ષ્મી પૂજનની સામાગ્રી લાવવા માટે સતત બે દિવસ પુષ્ય નક્ષત્ર આવી રહ્યુ છે. દિવાળીની ખરીદી માટે આ બંને દિવસ ખૂબ  શુભકારી રહેશે. ઠીક છ દિવસ પહેલા 21 ઓક્ટોબરના રોજ સોમ પુષ્ય નક્ષત્ર અને 22 ઓક્ટોબરના રોજ ભોમ મંગળ પુષ્ય નક્ષત્ર આવશે. 
 
બંને દિવસ અન્ય શુભ યોગના સંયોગ પણ રહેશે. પંચાગ મુજબ આ બંને જ દિવસ વેપાર, ખરીદી કરવા ધનતેરસ જેટલુ જ શુભકારી રહેશે. દિવાળી પહેલા આવનારા પુષ્ય નક્ષત્રમાં તહેવારની ખરીદી શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે લોકો પુષ્ય નક્ષત્રની રાહ જુએ છે. ખાસ કરીને મોંઘી ખરીદી આ નક્ષત્રમાં કરવી જોઈએ. આ નક્ષત્રમાં ગાડી, મકાન, દુકાન, કપડા, સોનુ, વાસણ, જમીન, મકાન વગેરેની ખરીદી કરી શકો છો. પુષ્ય નક્ષત્રમાં સોનુ ખરીદવાનુ વિશેષ મહત્વ છે. પુષ્ય નક્ષત્ર 21 ઓક્ટોબરના રોજ સાંજે 5.33 વાગ્યે શરૂ થઈને 22 ઓક્ટોબર મંગળવારે સાંજે 4.40 વાગ્યા સુધી છે.  આ દરમિયાન કરવામાં આવેલ ખરીદી અક્ષય રહેશે. જેનો ક્યારેય ક્ષય થતો નથી. 

જ્યોતિષ મુજબ 21 ઓક્ટોબરના રોજ સોમ પુષ્ય છે તેથી આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે. સોમ પુષ્ય પર સોના ચાંદી જેવી કિમતી ધાતુ અને વસ્તુઓ ખરીદવી જોઈએ.  
 
- 22 ઓક્ટોબરના રોજ ભોમ્પુષ્ય છે. આ દિવસે સવારે સાધ્ય અને ત્યારબાદ શુભ યોગ છે.  આ નક્ષત્ર અને યોગમાં ખરીદી ઉપરાંત બધા પ્રકારના વેપારની શરૂઆત કરવી પણ અત્યંત ફળદાયી રહેશે. 
 
- આ છે ખરીદીના શુભ મુહુર્ત 
 
જ્યોતિષ મુજબ 14ઓક્ટોબર સવારે 10.20 વાગ્યાથી 15 ઓક્ટોબરના રોજ સવારે 4.21 વાગ્યા સુધી કુમાર યોગ છે. આ દિવસે ગૃહ પ્રવેશ, જમીન અને વાહન ખરીદવા શુભ છે. 
 
- 15 ઓક્ટોબરના રોજ સવારે 4.21 વાગ્યા સુધી કુમાર યોગ છે. આ દિવસે ગૃહ પ્રવેશ, જમીન અને વાહન ખરીદવા શુભ છે. 
 
- 16 ઓક્ટોબરના રોજ સવારે 6.30 વાગ્યાથી બપોરે 2.31 વાગ્યા સુધી રાજયોગ છે. આ દિવસે બપોરે 2.21 વાગ્યાથી બીજા દિવસે સવારે 6.30 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ છે. વાહન, જમીન, એગ્રીમેંટ અને રજિસ્ટ્રી કરાવવી શુભ છે. 
 
- 19 ઓક્ટોબરના રોજ સાંજે 5.40 થી સંપૂર્ણ રાત્રિ રવિ યોગ છે. આ દિવસે વહીખાતા ખરીદવા અને ભૂમિ સંબંધિત એગ્રીમેંટ કરવા શુભ છે.  
 
- 20 ઓક્ટોબરના રોજ સવારે 6.32થી સાંજે 5.52 વાગ્યા સુધી રવિ યોગ અને સાંજે 5.52 થી આગામી દિવસે સવારે 6.33 સુધી ત્રિપુષકર યોગ છે.
 
- 23 ઓક્ટોબરના રોજ બપોરે 3.13થી આગામી દિવસ સવારે 6.34 સુધી કુમાર યોગ છે. 
 
- 25 ઓક્ટોબરના રોજ ધનતેરસના રોજ સવારે 6.35થી 11 વાગ્યા સુધી રાજયોગ હોવાને કારણે વાસણ, વાહન, ચાંદી અને સોનુ ખરીદવુ શુભ રહેશે. 
 
આજથી દિવાળી સુધી 11 વિશેષ  યોગ 
 
- 14 ઓક્ટોબર-કુમાર યોગ, 15 ઓક્ટોબર સર્વાર્થ સિદ્ધિ યોગ, 
- 16 ઓક્ટોબર-રાજ યોગ, 
- 18 ઓક્ટોબર-કુમાર યોગ, 
- 19 ઓક્ટોબર-રવિ યોગ, 
- 20 ઓક્ટોબર-ત્રિપુષ્કર યોગ,
- 21 ઓક્ટોબર-સર્વાર્થસિદ્ધિ યોગ,
- 22 ઓક્ટોબર-સર્વાર્થસિદ્ધિ યોગ,
- 23 ઓક્ટોબર-કુમાર યોગ, 
- 25 ઓક્ટોબર સર્વાર્થ  સિદ્ધિ અને રાજ યોગ, 
- 27 ઓક્ટોબર-રાજ યોગ