શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: સોમવાર, 14 ઑક્ટોબર 2019 (15:10 IST)

Pushya Nakshtra 2019- શુભ યોગમાં કરશો આ કામ તો દીવાળી સુધી મા લક્ષ્મીની કૃપાથી વરસશે ધન

Pushya Nakshtra 2019
22 ઓક્ટોબરને  ભગવાન હનુમાનના દિવસે મંગળવારે,  પુષ્ય નક્ષત્રના યોગ બની રહ્યા છે. આ દિવસે ખરીદી અને નિવેશ માટે ખૂબ શુભ છે. 
 
આ દિવસે મૂહૂર્તમાં ભવન, ભૂમિ, વાહન, ઘરેણા વગેરે બીજી ખરીદી કરવી શ્રેષ્ઠ હોય છે. આ યોગમાં ખરીદેલ વસ્તુ લાંબા સમય સુધી ચાલે છે અને શુભ ફળ આપે છે. 
 
1. ભગવાન ગણેશજીના દિવસ બુધવારે પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં સોનાથી નિર્મિત ઘરેણા ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને દિવાળી સુધી તેમના આગમનના માર્ગ ખુલે છે. 
 
2. પુષ્ય નક્ષત્રમાં ચાંદી કે તેનાથી નિર્મિત ઘરેણા, વાસણ, પૂજન સામગ્રી શુભ પ્રતીક વગેરે ખરીદવાથી ઘરમાં બરકત રહે છે. આજના દિવસે પન્ના, હીરા, પુખરાજ, નીલમ, મોતી વગેરે રત્ન ખરીદવાથી આ ભવિષ્યમાં મોટું લાભ આપે છે. 
 
3. આ શુભ યોગમાં બે કે ચાર પેંડાવાળા વાહન ખરીદી શકાય છે. આ દિવસે ખરીદેલ વાહન લાંબા સમય સુધી ચાલે છે. તે તેમની સાથે બીજા શુભ સંયોગ પણ લઈને આવે છે. 
 
4. આ ખાસ યોગમાં મકાન, પ્લાટ અને ફ્લેટ ખરીદવું પણ શુભ હોય છે. તેનાથી સ્થાયી સંપત્તિમાં ચાર ગણી વૃદ્ધિ હોય છે. 
 
5. અ યોગમાં પીતળ, તાંબા કે કાંસાના વાસણની ખરીદી કરવી પણ શુભ હોય છે. 
 
6. ધન નિવેશ કરવા માટે પુષ્ય નક્ષત્રના દિવસ ખૂબ શુભ છે. 
 
7. આ યોગમાં દિવાળી માટે ઘરની સજાવટ અને બીજા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં અનૂકૂળતા આવે છે. મંગળ યોગ નિર્મિત હોય છે