દોષીત નેતાઓ સાથે સંકળાયેલ વટહુકમ બકવાસ છે - રાહુલ ગાંધી

વેબ દુનિયા|

P.R
.આરોપી અને દોષીત સાંસદો તથા ધારાસભ્યો સાથે સંકળાયેલ પોતાની સરકારના વટહુકમને તેમની પાર્ટી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરાર આપતા કહ્યુ છે કે આને કચરાના ડબ્બામાં ફેંકી દેવો જોઈએ.

નવી દિલ્હીના પ્રેસ ક્લબમાં પત્રકારો સાથે વાતચીત કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ અભૂતપૂર્વ નિવેદન આપતા પોતાની જ સરકારના નિર્ણય પર સવાલ ઉભો કર્યો અને કહ્યુ કે ભ્રષ્ટાચાર સાથે કોઈ સમજૂતી નથી કરી શકાતી અને આ વટહુકમ લાવવો સરકારની ભૂલ છે.

ઉલ્લેખનીય છે કે કેબિનેટ દ્વારા રાષ્ટ્રપતિની પાસે મોકલાવેલ આ વટહુકમ પર પ્રણવ મુખર્જીએ પણ હાલ હસ્તાક્ષર કરવાનુ મન બનાવ્યુ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યુ છે કે રાષ્ટ્રપતિએ સરકારને અધ્યાદેશની જરૂરિયાત પર પ્રશ્ન કર્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ આ મુદ્દા પર સર્વદળીય બેઠક વિશે પણ માહિતી માંગી છે. ગુરૂવારે સાંજે રાષ્ટ્રપતિએ કેન્દ્રીય કાયદામંત્રી કપિલ સિબ્બલ, કમલનાથ અને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને બિલની જરૂરિયાત પર પોતાના વિચાર રજૂ કરવા બોલાવ્યા હતા. મોડી સાંજે ત્રણે નેતાઓએ રાષ્ટ્રપતિની મુલાકાત કરી.
આ મુલાકાત પછી સૂત્રોના મુજબ રાષ્ટ્રપતિએ હાલ વટહુકમ પર પોતાની મોહર ન લગાવવાનો નિર્ણય કર્યો છે. સૂત્ર એ પણ બતાવે છે કે આ બિલ પર હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રધાનમંત્રી મનમોહન સિંહના આવવાની રાહ જોશે. આ વટહુકમ દ્વારા સરકાર સુપ્રીમ કોર્ટનો નિર્ણય પલટવાનો પ્રયત્ન કરી રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુરૂવારની સાંજે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા રાષ્ટ્રપતિને મળ્યા હતા અને માંગ કરી હતી કે તેઓ આ વટહુકમ પર હસ્તાક્ષર ન કરે.


આ પણ વાંચો :