શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (19:16 IST)

રાંચી-ઘનબાદ હાઈવે પર ભીષણ દુર્ઘટના - કારમાં સવાર 5 લોકો જીવતા સળગ્યા

ઝારખંડના ધનબાદ-રાંચી હાઈવે પર બુધવારે સવાર સવારે ભીષણ દુર્ઘટના થઈ છે, જેમા 5 લોકો જીવતા સળગી ગયા. ઘટના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના NH-23 ના મુરુબંદા વિસ્તારની છે. અહીં સામેની દિશા તરફથી આવી રહેલી કાર અને બસની વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ કારમાં આગ લાગી હતી. આગના લપેતા વધતા જોઈને બસમાં સવાર તમામ મુસાફરો કૂદીને ભાગી ગયા હતા. કારમાં સવાર મુસાફરોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો. ઘટનાના લગભગ એક કલાક બાદ ફાયર બિગ્રેડ આગ બુઝાવવા માટે પહોંચી હતી. કાર લગભગ બળી ગઈ હતી. બસનો અડધોથી વધુ ભાગ પણ બળી ગયો છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.
 
ગ્રામીણોએ જોઈ આંખો દેખી - તેજ ગતિથી બગડ્યુ કારનુ બેલેંસ 
 
ઘટનાસ્થળ પર હાજર ગ્રામજનોએ જણાવ્યું કે મહારાજા બસ ધનબાદથી રાંચી તરફ જઈ રહી હતી. કાર રાંચીથી આવી રહી હતી. કાર ખૂબ જ સ્પીડમાં હતી. મુરુબંદા પાસે ડ્રાઈવરનું સંતુલન બગડી ગયુ હતુ. રસ્તા પર કાર ક્યારેક રાઈટ તો ક્યારેક લેફ્ટ જઈ રહી હતી. બસના ડ્રાઈવરે કાર બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેણે કાર સાથે તેની સાઈડ પણ બદલી, પરંતુ જોતાજોતામા જ કાર બસની આગળ ઘૂસી ગઈ અને થોડી જ સેકન્ડોમાં કારમાં આગ લાગી ગઈ.
 
ગ્રામજનોએ જણાવ્યું કે કારમાં રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો નહી, પરંતુ ઘટના બાદ બસમાં સવાર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. બધાએ બસમાંથી છલાંગ લગાવી અને દોડવા લાગ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કારમાંથી મૃતદેહો કાઢવાનુ કામ શરૂ થઈ ગયું છે. પોલીસ મૃતકોની ઓળખ માટે કામ કરી રહી છે. સાથે જ ઘટના પછી એનએચ પર ટ્રાફિક જામ થઈ ગયો છે. જેના કારણે બંને બાજુ વાહનોની લાંબી લાઈન લાગી છે.
 
પટનાની છે કાર
 
કારના રજિસ્ટ્રેશનથી એકત્રિત માહિતી મુજબ, કાર બિહારના પટનાની છે. રામગઢ પોલીસની તપાસમાં બહાર આવી રહ્યું છે કે કાર (BR 01 BD 6318) આલોક રોશનના નામે નોંધાયેલી છે. તેમનું કાયમી સરનામું પંચશિવ મંદિરની પાછળ કાંકરબાગમાં છે. જોકે, હજુ સુધી પોલીસ મૃતકના સંબંધીઓ સાથે વાતચીત કરી શકી નથી.