સંબંધિત સમાચાર
- જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા
- Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર
- શિવલિંગના દર્શન માત્રથી ખૂલી જાય છે સ્વર્ગનાં દ્વાર: Shivling ઘરના મંદિરમાં શિવલિંગને કેવી રીતે રાખવુ
- Jivantika Vrat 2023- જીવંતિકા માં વ્રત કયારે છે ? પૂજા કેવી રીતે કરવી ? શુ ના કરવુ ?
- શ્રાવણ મહિનામાં સોમવારે 5 શિવામૂઠ ચઢાવો..
Randhan Chhath 2023- રાંધણ છઠ કઈ તારીખે છે
રાંધણ છઠ એક સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. રાંધણ છઠના દિવસે લોકો નવા -નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.
રાંધણ છઠ સોમવાર, 4 સપ્ટેમ્બર, 2023
શીતળા સાતમ મંગળવાર, 5 સપ્ટેમ્બર, 2023
રાંધણ છઠના દિવસે ઘરે-ઘરે પકવાનો બનાવવામાં આવે છે. રાંધણ છઠના દિવસે મહિલાઓ ઘરમાં જુદા -જુદા પ્રકારની વાનગીઓ બનાવે છે. રાતે ઘરના ચૂલાની સાફ-સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દેવામાં આવે છે.
લોકવાયરા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. શીતળા સાતમના ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગી ટાઢી કરે છે.
