રવિવાર, 14 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. Wedding Special
Written By
Last Updated : બુધવાર, 17 ફેબ્રુઆરી 2016 (15:25 IST)

લગ્ન પછી નવવધુએ આટલા કામ ન કરવા જોઈએ

લગ્ન પછી નવવધુએ આટલા કામ ન કરવા જોઈએ

marriage
લગ્ન થયાં પછી પ્રથમ ચૈત્ર મહિનામાં નવવધુએ પોતાના પિયરમાં ન રહેવુ જોઈએ કારણ કે આ પિતા માટે અશુભ રહે છે. એ જ રીતે જેઠ મહિનામાં નવવધૂએ સાસરિયામાં ન રહેવુ જોઈએ કારણ કે આ દિયર માટે અશુભ રહે છે. એ જ  રીતે આષાઢ મહિનો સાસુ માટે, પૌષ મહિનો સસરા માટે, ક્ષયમાસ પોતાના માટે અને અધિક મહિનો પતિ માટે નવવધૂ દ્વ્રારા સાસરિયામાં રહેવું અશુભ ફળદાયક હોય છે. જો ઉપર્યુકત માણસ જીવીત ના હોય તો કોઈ પ્રશ્ન નહી. લગ્નના પ્રથમ વર્ષમાં નવવધૂમાં રહેવા માટેના નિયમ અને ધર્મસૂત્ર રચેલા છે.
 
 આ નિયમો શાસ્ત્રો દ્વારા વિચાર વિમર્શ કરી અને અનુભવો થયા પછી સ્થાપિત કર્યા છે.  આ સિવાય વધૂ-વર હમેશા સાથે રહેવાના કારણે વિચારો અને તર્ક સંબંધી આદાન-પ્રદાન યોગ્ય માત્રામાં ન થવાથી વિચારોમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે. આથી વચ્ચે-વચ્ચે નવવધૂએ પોતાના પિયર જવું જોઈએ. આવુ કરવાથી બન્ને વચ્ચે અધીરતા અને આકર્ષણ વધે છે.   આથી મોટાભાગની છોકરીઓ લગ્ન પછી નિયમોનું પાલન વધુ કરે છે. ધર્મ શાસ્ત્રએ તત્કાલિન સામાજિક પરિસ્થિતિ અને લોકોના વૈચારિક સ્તર મુજબ આ નિયમ બનાવ્યા છે.